
ગઈકાલે IPL 2025ની 8મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું હતું. રજત પાટીદારની કેપ્ટનસી હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 50 રનના મોટા માર્જિનથી જીતી હતી. IPLના ઈતિહાસમાં આ બીજી વખત છે જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ચેપોક ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું હતું. આ પહેલા બેંગલુરુએ ચેન્નાઈને 17 વર્ષ પહેલા એટલે કે 2008માં ચેપોક ખત હરાવ્યું હતું. હવે ચેન્નાઈ સુપર કિંગ્સની હાર બાદ પોઈન્ટ્સ ટેબલમાં પણ ફેરફાર થયો છે. આ હાર બાદ, ઋતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ સાતમા ક્રમે સરકી ગઈ છે.
હવે પોઈન્ટ્સ ટેબલમાં કેટલો ફેરફાર થયો છે?
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ સતત બીજી જીત મેળવી છે. હવે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ 2 મેચમાં 4 પોઈન્ટ સાથે ટોપ પર છે. આ પછી, રિષભ પંતની આગેવાની હેઠળ નીલખનૌ સુપર જાયન્ટ્સ બીજા સ્થાને છે. આ પછી અનુક્રમે પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ છે. આ ટીમોના 2-2 પોઈન્ટ છે. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ ઉપરાંત, ગુજરાત ટાઉટન્સ અને રાજસ્થાન રોયલ્સ સિઝનની પ્રથમ જીતની રાહ જોઈ રહી છે. CSKની હારથી દિલ્હી, હૈદરાબાદ અને કોલકાતાની ટીમને એક સ્થાનનો ફાયદો થયો છે.
RCB એ CSKને સરળતાથી હરાવ્યું
તમને જણાવી દઈએ કે પહેલા બેટિંગ કરવા આવેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 20 ઓવરમાં 7 વિકેટે 197 રન બનાવ્યા હતા. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે કેપ્ટન રજત પાટીદારે 32 બોલમાં સૌથી વધુ 51 રન બનાવ્યા હતા. આ ઉપરાંત ફિલ સોલ્ટે 16 બોલમાં 32 રનની ઈનિંગ રમી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી નૂર અહેમદે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના 197 રનના જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સ 20 ઓવરમાં 8 વિકેટે માત્ર 146 રન જ બનાવી શકી અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 50 રનના મોટા માર્જિનથી મોટી જીત નોંધાવી.