
Porbandar News: પોરબંદર પોલીસને ગેરમાર્ગે દોરનાર વૃદ્ધા સામે ફરીયાદ નોંધવામાં આવી છે. થોડા દિવસ પહેલા કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના નાના ભાઈ અને કુતિયાણા નગરપાલિકાના ઉપપ્રમુખ સામે આક્ષેપ કર્યા હતા. દેવીબેન જીવા મોઢવાડીયા નામના વૃદ્ધાએ થોડા દિવસ પહેલા એક વીડિયો વાયરલ કર્યો હતો અને પોતાની ખેતીની જમીન કુતિયાણા નગરપાલિકાના ઉપપ્રમુખ કાના જાડેજા સામે જમીન વેચાણ બાબતના આક્ષેપ કર્યા હતા.
ગઈ કાલે બીજો વીડિયો વૃદ્ધાએ જાહેર કરી અને પોતે ખોટી માહિતી આપ્યાની કબૂલાત કરતા પોલીસે જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનમાં વૃદ્ધા વિરુદ્ધ પોલીસને ગેરમાર્ગે દોરવા ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. કાના જાડેજાએ પણ પોતાના ઇન્સ્ટા આઈ.ડી.પર વૃધાની ખોટી અને વાહિયાત વાતનો વીડિયો અપલોડ કરતા પોલીસ તપાસનો ધમધમાટ શરુ થયો છે. ફટાણા ગામની જમીન 80 લાખમાં વૃદ્ધાએ કાના જાડેજાને વેચી હોવાની પહેલા વીડિયોમાં વાત કરી હતી. ગઈકાલે આખી વાત વૃદ્ધા જીવીબેને ફેરવી નાખતા પોલીસ દ્વારા વૃદ્ધા સામે ફરિયાદ નોંધવામાં આવી છે.