
Porbandar News: પોરબંદરના હિરલબા જાડેજા અને તેમના અન્ય 2 સાગરીતોની જૂનાગઢ SOG પોલીસે કરેલ ધરપકડ મામલે જૂનાગઢ કોર્ટ દ્વારા ત્રણેય આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જેમાં સમગ્ર મામલે પોલીસ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જૂનાગઢ DYSP, હિતેશ ધાંધલિયાના જણાવ્યા અનુસાર 3 લોકોના બેન્ક એકાઉન્ટના ડોક્યુમેન્ટનો દૂર ઉપયોગ કરવામાં આવ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, ખોટા પ્રલોભન આપી બોગસ પેઢી બનાવાઈ હતી. 22 એકાઉન્ટ ખોલાવી ટ્રાનઝેક્સન કરાયા હતા. હિરલબા અને તેના અન્ય સાથીઓ દ્વારા સાયબર ફ્રોડ કરાયો હતો. હિરલબા અને તેના સાગરીતોએ 3 લોકોના નામે બોગસ પેઢી બનાવી પૈસાની હેરા ફેરી કરી હતી. કુલ 3 ઈસમોના નામે 22 એકાઉન્ટ તૈયાર કરાવી પૈસાની હેરાફેરી કરવામાં આવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.