Home / Gujarat / Ahmedabad : View of potholes on the road, be careful if you go on the ring road

VIDEO: અમદાવાદના રોડમાં ખાડાઓનો નજારો, રિંગ રોડ પર જાવ તો સાચવીને જજો

અમદાવાદ  સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે. શહેરમાં વિકાસના નામે મોટી મોટી વાતો કરવામાં આવે છે પણ ખરેખર વિકાસના નામે કંઈ થયું જ નથી તેવા દ્રશ્યો સામે આવ્યાં છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓની બિસ્માર હાલત જોવા મળી છે, ક્યાંક ખાડા જોવા મળ્યાં તો ક્યાંક વગર વરસાદે જ પાણી ભરાયેલા જોવા મળ્યા છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અમદાવાદના રિંગ રોડ પર સનાથલ સર્કલ પાસે વરસાદ વગર જ પાણી ભરાયા છે. અહીં ઘૂંટણસમા ગટરના પાણી ભરાયા છે. ઓવરબ્રિજની નીચેના રોડનો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વાહન ચાલકોને તે રસ્તો બંધ કરવાની ફરજ પડી 


રિંગ રોડ પર આવેલા શાંતિપુરા સર્કલ ખાડા સર્કલ તરીકે જોવા મળ્યું. સર્કલની ચારે તરફના રસ્તા ખાડામાં મળ્યા જોવા  ચારે તરફના રોડ ખાડામાં જોવા મળતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

અમદાવાદના એસપી રીંગ રોડ વટવાના સર્વિસ રોડ પર પણ  મસ મોટા ખાડા જોવા મળ્યાં છે. ખાડામાંથી વાહન પસાર કરતા અનેક વાહનો ખાડામાં ફસાય છે, જેથી  
વાહન ચાલકો ખૂબ હાલાકીનો સામનો કરી રહ્યા છે 

તો રિંગ રોડ પર આવેલા રોપડા બ્રિજની દયનીય સ્થિતિ જોવા મળી છે. આ બ્રિજ પર પણ ખાડાઓ જોવા મળ્યા છે. ચોમાસા પહેલા બ્રિજની દયનીય સ્થિતિ જોવા મળી. બ્રિજ પરનું સ્પાન પણ હલતી હાલતમાં જોવા મળ્યા. વાહલન ચાલકોએ પોતાનું વાહન ધીમી ગતિએ હંકારવાની ફરજ પડી છે.

વસ્ત્રાલ રીંગરોડ પાસે પણ ખાડા જોવા મળ્યા છે.  ખાડામાં પાણી ભરાયેલા હોવાથી વાહનચલોકો હાલાકીનો સામનો કરી રહ્યાં છે. ત્યારે આ રોડ પરના ખાડાને કારણે ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી છે. જો કે,  તંત્ર દ્વારા રોડ પરના ખાડા પૂરવાની કામગીરી હાથ ઘરવામાં આવી છે. હાલ જેસીબી વડે રોડ પરના ખાડા પૂરવાની કામગીરી ખાસ કરવામાં આવી રહી છે

 

Related News

Icon