
અક્ષય કુમાર (Akshay Kumar) અને પ્રભાસ (Prabhas) સહિતના સ્ટાર્સનો કેમિયો ધરાવતી સાઉથની ફિલ્મ 'કન્નપ્પા' (Kannappa) ના મેકર્સને મોટો ઝટકો લાગ્યો છે. એવા સમાચાર આવી રહ્યા છે કે ફિલ્મની હાર્ડ ડ્રાઈવ ચોરાઈ ગઈ છે. આ અંગે બે શકમંદો સામે કેસ દાખલ કરાયો છે.
મુંબઈથી આ ફિલ્મનું વીએફએક્સ કામ ધરાવતી હાર્ડ ડ્રાઈવ હૈદરાબાદ મોકલાઈ હતી. અહીં તેનું પોસ્ટ પ્રોડક્શનનું કામ થવાનું હતું.
જોકે, હૈદરાબાદની કંપનીમાં પાર્સલ સ્વીકારનાર રઘુ નામનો ઓફિસ બોય તથા તેણે આ હાર્ડ ડ્રાઈવ જેને સોંપી હતી તે ચારિતા નામની યુવતી બંને ફરાર થઈ ગયા છે. ફિલ્મ મેકર્સને શંકા છે કે ફિલ્મને નુકસાન પહોંચાડવા માટે આ ચોરી કરવામાં આવી હોય તેમ બની શકે છે.
સંબંધિત પોસ્ટ પ્રોડક્શન કંપનીએ પોલીસ ફરિયાદ નોંધાવી દીધી છે. જોકે, મેકર્સે આ સમગ્ર ઘટના અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવાનું ટાળ્યું છે.