યુપીના પ્રયાગરાજથી એક મોટો ખુલાસો થયો છે. સગીર દલિત છોકરીઓને આતંકવાદી બનાવવાનું કાવતરું ઝડપાયું છે. પ્રયાગરાજથી એક સગીર દલિત છોકરીનું અપહરણ કરીને કેરળ લઈ જવામાં આવી હતી. તેનો ધર્મ બદલીને તેને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ સાથે જોડવાનું કાવતરું ઘડાયું હતું. પ્રયાગરાજ પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. ઘણા અન્ય શંકાસ્પદોના નામ સામે આવ્યા છે જેમની ટૂંક સમયમાં ધરપકડ થઈ શકે છે. આ માટે પ્રયાગરાજ પોલીસની ટીમો રવાના કરવામાં આવી છે.

