Home / Gujarat / Surat : Fraud in the lure of profit from investing in the stock market

Surat News: શેરબજારમાં રોકાણથી નફાની લાલચમાં ફ્રોડ, 99.50 લાખ પડાવનારા દબોચાયા

Surat News: શેરબજારમાં રોકાણથી નફાની લાલચમાં ફ્રોડ, 99.50 લાખ પડાવનારા દબોચાયા

ઓનલાઈન છેતરપિંડીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા અલગ અલગ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. શેરબજારમાં રોકાણ કરવા પર નફાની લાલચમાં રોકાણ કરાવી ફ્રોડ કરવામાં આવ્યું હતું. 99.50 લાખ પડાવી લેનાર નાનાજી બારૈયા અને 21.94 લાખ પડાવનાર બે આરોપીની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રોજના 10 ટકા નફાની આપી હતી લાલચ

સુરતમાં ભાઠાના 64 વર્ષીય ખેડૂતને શેરબજારમાં રોકાણ કરવા પર રોજના 10 ટકા નફાની લાલચ આપી 99.50 લાખ પડાવી લેનાર ટોળકીના ભેજાબાજની સાયબર ક્રાઇમે ધરપકડ કરી હતી. ચાઈનીઝ ગેંગ માટે કામ કરતા દુબઈના મિલન દરજીને મલ્ટિપલ એકાઉન્ટ ભાડે આપવાના ચકચારી પ્રકરણમાં પણ ઝડપાઈ ચૂક્યો છે. ગત સપ્ટેમ્બર-24 64 વર્ષીય વૃદ્ધને નીતા શર્માના નામથી યુવતીનો વોટ્સએપ કોલ આવ્યો હતો. આ યુવતીએ તેમને શેરમાં રોકાણ પર રોજનાં 10 ટકા નફાની લાલચ આપી હતી. વૃદ્ધને જે.પી. મોર્ગન સ્ટોક ટેમ્પરર પ્રમોશન વોટ્સએપ ગ્રુપમાં એડ પણ કર્યા હતા. આ ગ્રુપમાં 250થી પણ વધુ સભ્યો હોઇ આ વૃદ્ધ આ કોઈ મોટી કંપની હોવાનું માની બેઠા હતા અને બે મહિનામાં 99.70 લાખ રૂપિયા આ કંપનીમાં રોકાણ કરી દીધું હતું.

મલ્ટીપલ એકાઉન્ટ પૂરા પાડ્યા

ઊંચો નફો બતાવતો હોઈ જે લિંક મોકલાવી હતી તે મારફત નાણાં ઉપાડવાની કોશિશ કરતાં માત્ર 20 હજાર રૂપિયા જ ઉપડી શક્યા હતા. બાકીના 99.50 લાખ રૂપિયા અનેક પ્રયત્નો છતાં નહિ ઉપડી શકતાં વૃદ્ધે નીતા શર્મા તથા આ એપ્લિકેશન બનાવનાર, મોકલનાર તથા વોટ્સએપ ગ્રુપના એડમિન સહિત 10 અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સાઈબર ક્રાઈમે આ પ્રકરણમાં અઠંગ ગુનેગાર નાનજી ઉર્ફે પ્રવીણ પરષોત્તમ બારૈયાને વાપીથી દબોચી લીધો હતો. ગત ઓક્ટોબર મહિનામાં પણ સાઇબર ક્રાઈમે મોટા વરાછાથી સાઇબર ફોડનું રેકેટ ઝડપ્યું હતું. દુબઇમાં રહી સુરતનો મિલન દરજી સુરતમાં જગદીશ ઇટાલિયા મારફત દુબઈ સ્થિત ચાઈનીઝ ગેંગને સાઈબર ફ્રોડ માટે એકાઉન્ટ પૂરા પાડતો હતો. આ ગુનામાં નાનજી બારૈયાની મલ્ટિપલ એકાઉન્ટ પૂરા પાડવામાં ધરપકડ થઈ હતી.

બે લોકો અમદાવાદથી પકડાયા

અમદાવાદમાં સિટીલાઇટ મેઘસરમન એપા.માં રહેતા અને મેડિકલ સ્ટોર્સ ચલાવતાં પ્રકાશ પોખર ગત વર્ષે મે મહિનામાં સાઇબર ફ્રોડનો શિકાર બન્યા હતા. તેમને ઓકટ્રી કેપિટલ નામના વોટ્સએપ ગ્રુપમાં એડ કરી શેર બજારમાં ટ્રેડિંગ કરવા લલચાવાયા હતા. રોકાણના નામે તેમની પાસેથી 21.94 લાખ પડાવનાર ટોળકીને એકાઉન્ટ ભાડે આપનાર રાજસ્થાનના નાગોરના વતની ચંદનસિંહ શિવસિંહ અને ગજેન્દ્રસિંહ રૂઘનાથસિંહને અમદાવાદથી ઝડપી લેવાયા હતા.

Related News

Icon