Home / Gujarat / Rajkot : Brother kills brother over property issue in Jamgarh village of Kuvadwa

Rajkot news: કુવાડવાના જામગઢ ગામે મિલકત મુદ્દે ભાઈએ જ ભાઈની હત્યા કરી

Rajkot news: કુવાડવાના જામગઢ ગામે મિલકત મુદ્દે ભાઈએ જ ભાઈની હત્યા કરી

Rajkot news: રાજકોટ જિલ્લામાં આવેલા કુવાડવાના જામગઢ ગામમાં ગત 18 મે રવિવારે મુકેશ વાવડિયા નામના યુવકની હત્યા અંગે આખરે  ફરિયાદી ભાઈ જ પોતાના સગા ભાઈનો હત્યારો નીકળ્યો હતો. પોલીસે આ કેસની સઘન તપાસ કરી ત્યારે તેમાંથી ચોંકાવનારો ખુલાસો થયો હતો. જેથી હત્યારા ભાઈ વિનુ વાવડિયા નામના શખ્સની ધરપકડ કરી હતી. મિલકત અને પારિવારિક ઝઘડામાં નાના ભાઈની હત્યા કરી હોવાનું આરોપી ભાઈએ સ્વીકાર્યું હતું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મળતી માહિતી અનુસાર, રાજકોટ જિલ્લાના જામગઢ ગામે છેલ્લા એક સપ્તાહથી યુવકની હત્યા અંગે ભારે ચકચાર મચી હતી. આ કેસને ક્રાઈમ બ્રાંચે સફળતાથી ઉકેલી નાખ્યો હતો. જેમાં ફરિયાદી મોટાભાઈએ જ નાના ભાઈની કરપીણ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસની તપાસમાં ભાઈએ જ ભાઈની મિલકત અને આંતરિક ઝઘડામાં હત્યા કરી હોવાનું ખુલ્યું હતું. મૃતક નાનો ભાઈ દારૂ પીવાની ટેવ ધરાવતો હતો અને ઘરમાં અવાર-નવાર પોતાના મા-બાપને માર મારતો હતો. જેના લીધે પારિવારિક ઝઘડા સતત થયા કરતા હતા. આ બાબતે બંને ભાઈએ વચ્ચે માથાકૂટ થતી. આ ઉપરાંત મિલાકત બાબતે તકરાર પણ હત્યાનું કારણ હોવાનો ખુલાસો થયો છે. જેથી ક્રાઈમ બ્રાંચે વિનુ વાવડિયા નામના મોટાભાઈની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.  

 

 

 

Related News

Icon