મિલકતની વહેચણીમાં(Distribution of property) હવે દીકરી પણ બરાબરની હકદાર છે. ત્યારે હવે આજે આપણે જાણીએ કે સસરાની મિલકતમાં જમાઈ હકદાર છે કે નહિ, અને જો હોય તો તેને કેટલી મિલકત મળે. દેશમાં મિલકતના અધિકારો અને વારસા સંબંધિત નિયમો ધર્મ અનુસાર નક્કી કરવામાં આવે છે. આ માટે બધા ધર્મોમાં અલગ અલગ કાયદા છે. હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ (HSA), 1956 મુજબ, વર્ગ 1 વારસદારોમાં પત્ની (વિધવા), પુત્ર, પુત્રી, માતા, મૃત પુત્રની પુત્રી, મૃત પુત્રનો પુત્ર, મૃત પુત્રની પત્ની, મૃત પુત્રના મૃત પુત્ર અને બાળકોનો સમાવેશ થાય છે. જો વર્ગ 1 ના વારસદારો હયાત ન હોય, તો મિલકત વર્ગ 2 ના વારસદારોને જાય છે, જેમાં પિતા, ભાઈ-બહેન, દાદા-દાદી, કાકા, કાકી વગેરેનો સમાવેશ થાય છે.

