
ભારતીય સેનાના આકરા એક્શનથી પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે ભારતના વધુ હુમલાના ડરથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જલ્દી જલ્દીમાં નિર્ણય લીધો છે. પાકિસ્તાન સુપર લીગ (PSL) ની 10મી આવૃત્તિની બાકીની આઠ મેચ હવે સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) માં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને કારણે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ નિર્ણય લીધો છે.
રાવલપિંડીની મેચ રદ
ગુરુવારે કરાચી કિંગ્સ અને પેશાવર ઝાલ્મી રાવલપિંડી સ્ટેડિયમમાં રમવાના હતા, પરંતુ ભારતના ડ્રોન હુમલાથી PCB ફફડી ઉઠ્યું હતું. અને તાત્કાલિક બેઠક બોલાવી હતી અને મેચને રદ કરીને ખેલાડીઓને રવાના કર્યા હતા.
લાહોર અને કરાચીમાં વિસ્ફોટો
ગુરુવારે લાહોર અને કરાચી શહેરોમાં અલગ-અલગ અનેક વિસ્ફોટોના અહેવાલો મળ્યા હતા. લાહોરના વોલ્ટન રોડ વિસ્તારમાં ત્રણ વિસ્ફોટ થયા હતા, જેના કારણે રહેવાસીઓ ગભરાટમાં ભાગદોડ કરી હતી. સમગ્ર શહેરમાં ધુમાડાના વાદળો જોવા મળ્યા હતા.
આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો થશે પ્રભાવિત
પીસીએલ પછી, પાકિસ્તાન 21 મેથી બાંગ્લાદેશ સામે ઘરઆંગણે ટી20 શ્રેણીનું આયોજન કરવાનું હતું. પહેલી મેચ 25 મેના રોજ ફૈસલાબાદમાં રમવાની હતી, પરંતુ હવે લીગ શેડ્યૂલમાં ફેરફારને કારણે આ શ્રેણી પણ પ્રભાવિત થઈ શકે છે. પીસીબીએ હજુ સુધી આ અંગે કોઈ અંતિમ નિર્ણય લીધો નથી.