
IPL 2025ની 22મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ ટકરાશે. આ મેચ આજે એટલે કે 8 એપ્રિલે ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. આ મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. જો આપણે IPL 2025 પોઈન્ટ્સ ટેબલ પર નજર કરીએ તો, પંજાબ હાલમાં 3માંથી 2 મેચ જીતીને પોઈન્ટ્સ ટેબલમાં ચોથા સ્થાને છે, જ્યારે ચેન્નાઈ 4 મેચમાં ફક્ત એક જ મેચ જીત જીત્યું છે અને હાલમાં ટેબલમાં 9મા સ્થાને છે. તો ચાલો જાણીએ કે પંજાબ અને ચેન્નાઈ વચ્ચેની મેચ માટે પિચ રિપોર્ટ કેવો રહેશે, કોણ જીતી શકે છે અને બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.
પિચ રિપોર્ટ
મુલ્લાનપુરમાં IPL 2025ની પહેલી મેચ રમાઈત્યારે રાજસ્થાન રોયલ્સે 205 રન બનાવ્યા હતા. અહીં અત્યાર સુધી રમાયેલી 6 IPL મેચોમાં પ્રથમ ઈનિંગ્સનો એવરેજ સ્કોર 174 રન છે. અહીં પહેલા બેટિંગ કરનાર અને ચેઝ કરનાર ટીમ ત્રણ-ત્રણ વખત જીતી છે. મુલ્લાનપુરની પિચ સામાન્ય રીતે બેટ્સમેન માટે મદદરૂપ થઈ શકે છે અને આજની ચેન્નાઈ-પંજાબ મેચની બીજી ઈનિંગમાં બોલરોને સંઘર્ષ કરવો પડી શકે છે.
મેચ પ્રિડિક્શન
IPLના ઈતિહાસમાં અત્યાર સુધીમાં પંજાબ સુપર કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે 30 મેચ રમાઈ છે.આમાંથી, ચેન્નાઈ 16 વખત અને પંજાબ 14 વખત જીત્યું છે. ઓક્ટોબર 2021 થી અત્યાર સુધીમાં, પંજાબ અને ચેન્નાઈ વચ્ચે 6 મેચ રમાઈ છે, જેમાંથી પંજાબની ટીમ પાંચ વખત જીતી છે. જોકે, બંને ટીમો વચ્ચેની છેલ્લી મેચ ચેન્નઈએ જીતી હતી. મુલ્લાનપુરમાં પંજાબ અને ચેન્નાઈ પહેલીવાર ટકરાશે.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન
CSK: રચિન રવિન્દ્ર, ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), વિજય શંકર, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની, રવિચંદ્રન અશ્વિન, નૂર અહેમદ, મુકેશ ચૌધરી, ખલીલ અહેમદ.
PBKS: પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ, શ્રેયસ અય્યર (કેપ્ટન), નેહલ વઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનિસ, ગ્લેન મેક્સવેલ, સૂર્યાંશ શેડગે, માર્કો યાનસન, લોકી ફર્ગ્યુસન, અર્શદીપ સિંહ.