
પંજાબ કિંગ્સ (PBKS) ની ટીમ આ વર્ષે અદ્ભુત રમત બતાવી રહી છે. શ્રેયસ અય્યરની કેપ્ટનશિપ હેઠળ, ટીમ હાલમાં પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને છે અને પ્લેઓફ માટે મજબૂત દાવેદાર છે. હવે ફક્ત કોઈ સતત હાર જ તેને પ્લેઓફમાં પહોંચતા રોકી શકે છે. ટીમ જે રીતે રમી રહી છે તે જોઈને લાગે છે કે આ ટીમ ચેમ્પિયન બની શકે છે. જોકે, હજુ ઘણી મેચ બાકી છે અને કંઈપણ થઈ શકે છે. દરમિયાન, PBKSની ટીમે તે કારનામું કર્યું છે જે તે 10 વર્ષથી નહતી કરી શકી.
છેલ્લા દસ વર્ષમાં પહેલી વાર ટીમે 15 પોઈન્ટ હાંસલ કર્યા
PBKSની ટીમ અત્યાર સુધી એક પણ વખત IPLનો ખિતાબ નથી જીતી શકી. ટીમે તેની પહેલી IPL વર્ષ 2008માં રમી હતી. આ પછી ટીમનું નામ પણ બદલવામાં આવ્યું. પહેલા ટીમનું નામ કિંગ્સ ઈલેવન પંજાબ (KXIP) હતું, જે હવે પંજાબ કિંગ્સ (PBKS) બની ગયું છે. જોકે, તેના નસીબમાં કોઈ ફરક ન પડ્યો. જોકે, આ વખતે પરિસ્થિતિ થોડી બદલાતી હોય તેવું લાગે છે. PBKSની ટીમ હાલમાં પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને છે અને તેના કુલ 15 પોઈન્ટ છે. બહુ પાછળ ગયા વિના, જો આપણે છેલ્લા દસ વર્ષની વાત કરીએ, તો ટીમે લીગ સ્ટેજમાં ક્યારેય આટલા બધા પોઈન્ટ નહતા મેળવ્યા. ટીમ 2014માં 14 પોઈન્ટ સુધી પહોંચી શકી હતી, પરંતુ ક્યારેય 15 પોઈન્ટ સુધી નહતી પહોંચી શકી.
પંજાબની હજુ ત્રણ લીગ મેચ બાકી છે
PBKS એ અત્યાર સુધીમાં 11 મેચ રમી છે. એટલે કે તેની હજુ ત્રણ મેચ બાકી છે. જો ટીમ ત્રણમાંથી ત્રણ મેચ જીતે છે તો તેની પાસે 21 પોઈન્ટ સુધી પહોંચવાની તક છે. જોકે આ કામ એટલું સરળ નહીં હોય, પરંતુ ટીમ જે ફોર્મ બતાવી રહી છે તે જોતાં, તે શક્ય લાગે છે. દરમિયાન, પંજાબ હવે નંબર વન પર રહેવાનો પ્રયાસ કરશે. લીગ સ્ટેજમાં પ્રથમ અને બીજું સ્થાન મેળવનાર ટીમને ફાઈનલમાં પહોંચવાની બે તક મળે છે, પરંતુ અન્ય બે ટીમોને આ તક નથી મળતી. તેથી, જ્યારે પણ ટીમો ટોપ 4માં પોતાનું સ્થાન સુરક્ષિત કરે છે, ત્યારે તેમની નજર ટોપ-2 પર હોય છે જેથી તેઓ ફાઈનલમાં પહોંચી શકે. હવે આપણે જોવાનું છે કે આ વર્ષે ટીમ આગામી મેચોમાં કેવી રીતે રમે છે.
શ્રેયસ અય્યર અને રિકી પોન્ટિંગની જોડીએ કમાલ કરી
ગયા વર્ષથી ટીમની સ્થિતિમાં ઘણો ફેરફાર થયો છે. આ જ પંજાબ ટીમ 2024માં દસ પોઈન્ટ સાથે નવમા સ્થાને હતી, પરંતુ ફક્ત એક જ વર્ષમાં બધું બદલાઈ ગયું. આ વખતે, શ્રેયસ અય્યર કેપ્ટનશિપની જવાબદારી સંભાળી રહ્યો છે, જ્યારે કોચ રિકી પોન્ટિંગ છે. આ બંનેની જોડી અને ખેલાડીઓના અદ્ભુત પ્રદર્શનથી ટીમ સતત જીત મેળવી રહી છે. આ વખતે પંજાબ પાસે ખિતાબ જીતવાની અને 18 વર્ષના દુષ્કાળનો અંત લાવવાની શાનદાર તક છે.