
IPLની 18મી સિઝન ચાલી રહી છે. 7 એપ્રિલના રોજ રમાયેલી રોમાંચક મેચમાં RCB એ મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું હતું. આજે એટલે કે 8 એપ્રિલના રોજ, IPL 2025માં ડબલ હેડર રમાશે. પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે, જ્યારે બીજી મેચ પંજાબ કિંગ્સ vs ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. IPLમાં, ડબલ હેડર શનિવાર અને રવિવારે રમાય છે. પરંતુ આ વખતે એક ડલ હેડર રવિવારના બદલે આજે રમશે. ચાલો તમને તેનું કારણ જણાવીએ.
IPL 2025માં મંગળવારે બે મેચ કેમ રમાશે?
જ્યારે IPL 2025નું શેડ્યૂલ પહેલીવાર જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે 8 એપ્રિલે ફક્ત એક જ મેચ રમવાની હતી. પરંતુ હવે 8 એપ્રિલે બે મેચ રમાશે. પહેલી મેચ કોલકાતા અને લખનૌ વચ્ચે બપોરે 3:30 વાગ્યે રમાશે, જ્યારે બીજી મેચ પંજાબ અને ચેન્નાઈ વચ્ચે સાંજે 7:30 વાગ્યે રમાશે. કોલકાતા અને લખનૌ વચ્ચેની આ મેચ રવિવાર 6 એપ્રિલે રમવાની હતી. પરંતુ આ મેચ 8 એપ્રિલ પર ખસેડવામાં આવી હતી. આવું એટલા માટે કરવામાં આવ્યું કારણ કે પોલીસે ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) ને કહ્યું હતું કે શહેરમાં રામનવમીની ઉજવણીને કારણે તેઓ મેચ માટે પૂરતી સુરક્ષા નહીં પૂરી પાડી શકે. તેથી BCCI એ મેચની તારીખ બદલી. તેથી, 8 એપ્રિલે 2 મેચ રમાશે.
કોલકાતા અને લખનૌ વચ્ચે ઈડન ગાર્ડન્સમાં રમાશે. બંને ટીમો જીત પર નજર રાખશે. કોલકાતા અને લખનૌ અત્યાર સુધીમાં 4-4 મેચ રમી ચૂક્યા છે. જેમાં બંને ટીમોએ 2-2 મેચ જીતી છે. પોઈન્ટ્સ ટેબલમાં કોલકાતા પાંચમા સ્થાને છે, જ્યારે લખનૌ છઠ્ઠા સ્થાને છે. બંને ટીમો પોતાની ત્રીજી જીત પર નજર રાખી રહી છે. બંને ટીમો આ વખતે નવા કેપ્ટન હેઠળ રમી રહી છે. અજિંક્ય રહાણે કોલકાતાનો કેપ્ટન છે, જ્યારે રિષભ પંત લખનૌનો કેપ્ટન છે.
પંજાબ અને ચેન્નાઈ વચ્ચેની મેચ મુલ્લાનપુરમાં રમાશે. પંજાબ કિંગ્સે અ સિઝનમાં 3 મેચ રમી છે જેમાંથી તેને 2 મેચમાં જીત મળી છે. પંજાબની ટીમ આ સમયે પોઈન્ટ્સ ટેબલમાં ચોથા સ્થાને છે. જ્યારે ચેન્નાઈએ 4 મેચ રમી છે, જેમાંથી એકમાં જ જીત મળી છે. ચેન્નાઈની ટીમ હાલમાં પોઈન્ટ્સ ટેબલમાં નવમા સ્થાને છે.