Bangladesh news: પાડોશી દેશ બાંગ્લાદેશમાં ગત વર્ષે શેખ હસીના સરકારના પતન પછીછી અહીંની સ્થિતિ સામાન્ય નથી થઈ રહી. સતત ભીડ તરફથી ક્યાંકને ક્યાંક કોઈ હિંસા અને તોડફોડ કરવામાં આવી રહી છે. હવે બાંગ્લાદેશમાં નોબલ પુરસ્કાર વિજેતા રવીન્દ્રનાથ ટેગોરના પૈતૃક ઘરમાં તોડફોડની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, બાંગ્લાદેશમાં ટોળાએ સિરાજગંજ જિલ્લામાં રવીન્દ્રનાથ ટેગોરના પૈતૃક ઘર પર હુમલો કર્યો અને તોડફોડ પણ કરી હતી.

