Home / Gujarat / Patan : International gang of thieves arrested from Radhanpur

Patan News: રાધનપુરમાંથી ચોર તસ્કરોની ઈન્ટરનેશનલ ટોળકી ઝડપાઈ, 2ની ધરપકડ; 4 હજુ ફરાર

Patan News: રાધનપુરમાંથી ચોર તસ્કરોની ઈન્ટરનેશનલ ટોળકી ઝડપાઈ, 2ની ધરપકડ; 4 હજુ ફરાર

Patan News: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચોર તસ્કરોની ટોળકીઓ કાર્યરત છે. એવામાં પાટણ LCB પોલીસને આંતરરાષ્ટ્રીય ચોર ટોળકીને પકડવામાં સફળતા મળી છે.  બિહારની ચદ્દર ગેંગના સભ્યોને LCB પોલીસની ટીમે ઝડપી પાડ્યા છે. દેશના જુદા જુદા રાજ્યોમાં આ ટોળકી મોબાઈલ ચોરીને અંજામ આપતી હતી. પાટણ જિલ્લાના રાધનપુરમાં મોબાઈલની દુકાનમાંથી ચોરીની ઘટના બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી અને તેમાં દિલ્હી ખાતેથી બે શખ્સોને પાટણ LCB પોલીસે દબોચ્યા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

11 લાખની કિંમતના 64 મોબાઈલની ચોરી કરી હતી

મળતી માહિતી પ્રમાણે, અન્ય ચાર શખ્સોને પકડવા માટે પોલીસે તેમના ચક્રો ગતિમાન કર્યા છે. ચદ્દર ગેંગનું કનેક્શન નેપાળ સુધી નીકળ્યું હોવાનું સામે આવ્યું છે. મોબાઈલ ચોરી કરીને તેઓ નેપાળમાં વેચતા હતા. રાધનપુરમાં મોબાઈલની દુકાનમાંથી 11 લાખની કિંમતના 64 મોબાઈલની ચોરી થઈ હતી. બિહાર રાજ્યના ચંપારણ જિલ્લાની ચદ્દર ગેંગની ચોર ટોળકી ઝડપાઈ છે.

રાધનપુરમાં ઘટનાનું રિ કન્ટ્રક્શન કરવામાં આવ્યું 

પોલીસે હાલ રાહુલ અને મહમદ બસિર નામના શખ્સોને દિલ્હીથી ઝડપ્યા છે. નેપાળમાં હસન નામના ઇસમને મોબાઈલ વેચ્યા હોવાનું સામે આવ્યું છે. ચાદર ઓઢી પોતાની ઓળખ છૂપાવી ચોરીને અંજામ આપતા હતા. હરિયાણા, દિલ્હી, પોંડિચેરી સહિતના રાજ્યોમાં તેમણે ચોરીને અંજામ આપ્યા હતા. આરોપીઓને ઝડપી રાધનપુરમાં ઘટનાનું રિ કન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

 

 

Related News

Icon