
Ahmedabad news: અમદાવાદ શહેરના 24 કલાક ટ્રાફિકથી ધમધમતા એવા સરખેજ-ગાંધીનગર હાઈવે પર સરખેજ પોલીસે એક કાફેમાં આવેલા હુક્કાબારમાં દરોડા પાડયા હતા. જેમાં હર્બલ ફ્લૅવરની આડમાં નિકોટીનનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેથી સરખેજ પોલીસે બ્રુ-રૉસ્ટ કાફેમાં આવેલા હુક્કાબારમાં દરોડા પાડી મુદ્દામાલ કબ્જે લઈ આગળની
કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગતો અનુસાર, અમદાવાદ શહેરના છેવાડે આવેલા જાણીતા એસ.જી.હાઈવે પર બ્રુ-રૉસ્ટ કાફેમાં ચાલતા હુક્કાબારમાં સરખેજ પોલીસે દરોડા પાડયા હતા. જેમાં રૂપિયા 50 હજારના ભાડા પેટે ચલાવતા આણંદના જસ્ટિન પરેરા નામનો વ્યકિત આ હુકકાબાર ચલાવતો હોવાની વિગતો સામે આવી હતી.
આ હુક્કાબારમાંથી સરખેજ પોલીસને હર્બલ ફલેવરની આડામી નિકોટીનયુક્ત ફલેવર ઝડપાઈ હતી. જેથી પોલીસે 13 જેટલા હુક્કા અને 13 હુક્કાની ફલેવરને જપ્ત કરવામાં આવી હતી. પોલીસ તપાસ કરી ન શકે તે માટે આ હુક્કાબારના માલિક દિવ્યરાજસિંહ ચાવડા, હામીદ અને વિનય તિવારી હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. જો કે, સરખેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.