Source : GSTV
મહારાષ્ટ્રમાં હિન્દી-મરાઠી ભાષાને લઈને વિવાદ સતત વકરી રહ્યો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના વડા રાજ ઠાકરેના ભાષણો પરનો વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. બોમ્બે હાઈકોર્ટના ત્રણ વરિષ્ઠ વકીલે મહારાષ્ટ્રના DGPને પત્ર લખીને રાજ ઠાકરે સામે ફરિયાદ નોંધવા અને તેમના કથિત ભડકાઉ ભાષણની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે, અને 'ભડકાઉ' નિવેદનો માટે તેમના પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (NSA) લાદવાની માંગ કરી છે.

