
Maharashtra News: ઈન્દોર રાજા રઘુવંશીની હત્યાના પડઘા હજુ શાંત થયા નથી,ત્યારે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં વધુ એક હૃદયદ્રાવક ઘટના બની. અહીં એક 27 વર્ષીય મહિલાએ તેના 53 વર્ષીય પતિ અનિલ લોખંડેની હત્યા કરી દીધી. આ ઘટના લગ્નના 15 દિવસ પછી બની હતી.
જાણો શું છે સમગ્ર મામલો
આ ઘટનાને લઈને કુપવાડ MIDC પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર દીપક ભંડાવલકરે જણાવ્યું હતું કે, 'મંગળવારે (10મી જૂન) રાત્રે દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. બુધવારે (11મી જૂન) રાત્રે લગભગ 12.30 વાગ્યે, જ્યારે અનિલ લોખંડે સૂતો હતો, ત્યારે પત્ની રાધિકાએ તેના માથા પર કુહાડી વડે હુમલો કર્યો અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. તેણે પિતરાઈ ભાઈને આ વિશે જણાવ્યું. અમે મહિલાની ધરપકડ કરી અને તેને કોર્ટમાં રજૂ કરી. કોર્ટે અમને બે દિવસના રિમાન્ડ આપ્યા છે.'
પોલીસના જણાવ્યાનુસાર, અનિલ લોખંડેએ 15 દિવસ પહેલા જ રાધિકા સાથે બીજા લગ્ન કર્યા હતા. લોખંડેની પહેલી પત્નીનું કેન્સરથી મૃત્યુ થયું હતું. આ લગ્ન પૂર્ણ કરવા માટે તે વારંવાર તેની નવી પત્ની સાથે શારીરિક સંબંધ બનાવવાનો મજબૂર કરતો હતો. આનાથી રાધિકા ગુસ્સે થઈ ગઈ હતી. તેણે પતિ પર કુહાડીથી હુમલો કરીને તેની હત્યા કરી દીધી.'