અમદાવાદ જાણે અસામાજિક તત્ત્વોનું હબ બની ગયું હોય એવું લાગે છે. છાશવારે અસામાજિક તત્ત્વો દ્વારા આતંક મચાવવાની ઘટનાઓ સામે આવે છે. થોડા મહિના અગાઉ જ રખિયાલમાં અસામાજિક તત્ત્વો દ્વારા પોલીસની હાજરીમાં આતંક મચાવવાની ઘટના ઘટી હતી, ત્યારબાદ ફરી એકવાર રખિયાલમાં યુવકનું અપહરણ કરી ઢોર માર માર્યો હોવાના CCTVસામે આવ્યા છે. અમદાવાદમાં આંતરે દિવસે અસામાજિક તત્ત્વો ગુંડાગર્દી કરીને પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. જેથી પોલીસની આબરૂ દાવ પર લાગી હોય એવું લાગી રહ્યું છે.

