સુરતમાં રામ નવમીના પાવન તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ સંપૂર્ણ રીતે એક્શન મોડમાં આવી ગઈ છે. રામ નવમી દરમિયાન શહેરમાં શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત માહોલ જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ખાસ કરીને રેલી માર્ગો અને ભીડભાડવાળા વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. ડીસીપીએ કહ્યું કે, અઠવામાં પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ડ્રોન કેમેરા દ્વારા વોચ રાખવામાં આવી રહી છે. ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જ્યાંથી યાત્રા નીકળવાની છે તે વિસ્તારોમાં સતત બે દિવસ સુધી નજર રાખવામાં આવી રહી છે. આ સાથે જ જે અસામાજિક તત્ત્વો છે તેમની પણ તપાસ કરવામાં આવી રહી છે. ડ્રોન દ્વારા ઘરની છત પર કોઈ પથ્થર કે કોઈ એવી વસ્તુઓ પડી હોય તો તેના પર પણ નજર રાખવામાં આવી રહી છે.