
વકીલે જણાવ્યું હતું કે 13 વર્ષની છોકરી મદરેસામાં ભણવા જતી હતી. થોડા દિવસોથી તેનું વર્તન બદલાતું રહ્યું. તેના માતાપિતા ચિંતા કરવા લાગ્યા. છોકરી પોતાના અભ્યાસ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકતી ન હતી. જ્યારે માતા-પિતા તેને કાઉન્સેલર પાસે લઈ ગયા, ત્યારે છોકરીએ બધું સત્ય કહી દીધું. તેણે જણાવ્યું કે મદરેસાના મૌલવી તેનું જાતીય શોષણ કરતા હતા.
આટલી લાંબી સજા ફટકારી
મળતી માહિતી મુજબ, વારંવાર ગુનાઓને કારણે, POCSO કોર્ટે આરોપી શિક્ષકને આટલી લાંબી સજા ફટકારી છે. તેને POCSO એક્ટની કલમ 5(T) હેઠળ 5 લાખ રૂપિયાનો દંડ અને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત, કલમ 5 (F) હેઠળ વિશ્વાસ ભંગની સજા 35 વર્ષની જેલ અને 1 લાખ રૂપિયાનો દંડ છે. વારંવાર જાતીય શોષણ(Sexual abuse) કરવા બદલ તેને 35 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
આ ઉપરાંત, ઓરલ સેક્સ (Oral sex) જેવા આરોપો માટે 20-20 વર્ષની સજા અને 50-50 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. IPC ની કલમ 376 (3) હેઠળ, સગીર પર બળાત્કારનો આરોપ 1 લાખ રૂપિયાનો દંડ અને 25 વર્ષની જેલની સજાને પાત્ર છે. તેને ગુનાહિત ધમકીઓ આપવા બદલ પણ સજા ફટકારવામાં આવી હતી. આમાં ઘણી સજાઓ એકસાથે થશે. આવા કિસ્સામાં, રફીને વધુમાં વધુ 50 વર્ષની જેલની સજા ભોગવવી પડી શકે છે. આરોપ છે કે મૌલવી વિદ્યાર્થિનીને ડરાવીને બળજબરીથી બીજા રૂમમાં લઈ જતો હતો અને તેના પર બળાત્કાર કરતો હતો. આરોપી પરિણીત હતો પરંતુ તેની પત્નીએ પણ તેના વર્તનથી કંટાળીને તેને છૂટાછેડા આપી દીધા હતા.