Home / Sports : Yuvraj Singh delighted with Shubman Gill's brilliant inning in England

IND vs ENG / ઈંગ્લેન્ડમાં શુભમન ગિલની શાનદાર ઈનિંગથી ખુશ થઈ ગયો યુવરાજ સિંહ, કહ્યું- 'મોટા સ્ટેજ પર...'

IND vs ENG / ઈંગ્લેન્ડમાં શુભમન ગિલની શાનદાર ઈનિંગથી ખુશ થઈ ગયો યુવરાજ સિંહ, કહ્યું- 'મોટા સ્ટેજ પર...'

બર્મિંઘમના એજબેસ્ટન ખાતે ત્રીજી જુલાઈએ ભારત સામે ઈંગ્લેન્ડ બીજી ટેસ્ટના બીજા દિવસે ભારતીય કેપ્ટન શુભમન ગિલે 269 રનની ઐતિહાસિક ઈનિંગ રમી હતી. શુભમન ગિલના શાનદાર પ્રદર્શનની ક્રિકેટ જગતમાં પ્રશંસા થઈ રહી છે. આ દરમિયાન પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ ઈંગ્લેન્ડ સામે શુભમન ગિલની બેવડી સદીથી ખૂબ જ ખુશ છે. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું 'શુભમન ગિલને સલામ! તમે બેવડી સદીના હકદાર હતા.'

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

દિગ્ગજ ખેલાડીઓએ શુભમન ગિલની પ્રશંસા કરી

ભારતીય કેપ્ટન શુભમન ગિલ અંગે પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે  'X' પર લખ્યું, "શુભમન ગિલને નમન! મોટા સ્ટેજ પર તેને ખૂબ જ સરળ બનાવ્યું અને બેવડી સદીને હકદાર હતા, જ્યારે ઈરાદો સ્પષ્ટ હોય, ત્યારે કોઈ તમને રોકી નથી શકતું."

ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું, "આજે શુભમન ગિલ અને જાડેજા દ્વારા દેખાડવામાં આવેલા ઇન્ટેન્ટ અને કમીટમેન્ટ જોઇને ખૂબ આનંદ થયો."

ભારતીય ટીમના પૂર્વ ખેલાડી રવિચંદ્રન અશ્વિને 'X' પર લખ્યું કે, 'શુભમન ગિલની બેવડી સદી અને તેની કેપ્ટનશિપની શરૂઆત શાનદાર રહી, આનાથી તેમને આગળ વધવામાં મદદ મળશે. હવે ભારતે આખો દિવસ બેટિંગ કરવી જોઈએ.'

ભારતીય ટીમ સિરીઝમાં 0-1થી પાછળ

ઉલ્લેખનીય ભારતીય ટીમને ઈંગ્લેન્ડ સામે લીડ્સ ટેસ્ટ મેચમાં 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ કારણે ભારતીય ટીમ સિરીઝમાં 0-1થી પાછળ રહી ગઈ. લીડ્સ ટેસ્ટ મેચમાં ભારતીય ખેલાડીઓની ફિલ્ડિંગ ખૂબ જ નબળી રહી હતી, જેની ચર્ચા કેપ્ટન શુભમન ગિલે પણ કરી છે. લીડ્સ ટેસ્ટ મેચમાં ભારતીય ખેલાડીઓએ પહેલી ઈનિંગમાં 6 અને બીજી ઈનિંગમાં 2 કેચ છોડ્યા હતા. આ કારણે મેચ યજમાન ઈંગ્લેન્ડના પક્ષમાં ગઈ. જો ભારતીય ટીમે તે કેચ ન છોડ્યા હોત તો તે મેચનું પરિણામ અલગ હોત.

Related News

Icon