IPL 2025 ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂની ઐતિહાસિક જીતની અસર ફેન્સ પર જોવા મળી રહી છે. આ ટ્રોફી માટે 18 વર્ષથી RCB રાહ જોતુ હતું. જીત બાદ વિરાટ કોહલી ઇમોશનલ થયો હતો. ફેન્સ અને સેલિબ્રિટી આ જીત માટે વિરાટ કોહલી અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને શુભકામના આપી રહ્યા છે. આ વચ્ચે અલ્લુ અર્જુનનો 11 વર્ષનો પુત્ર અયાન RCBની જીત પર ઇમોશનલ થઇ ગયો હતો.

