Home / Religion : Dharmlok: After four generations of penance, Gangaji appeared: Shripunyasalila Gangajayanti.

Dharmlok: ચાર-ચાર પેઢીના તપ બાદ ગંગાજીનું થયું હતું પ્રાગટ્ય: શ્રીપુણ્યસલિલા ગંગાજયંતિ 

Dharmlok: ચાર-ચાર પેઢીના તપ બાદ ગંગાજીનું થયું હતું પ્રાગટ્ય: શ્રીપુણ્યસલિલા ગંગાજયંતિ 

મુકેશભાઈ ભટ્ટ

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મોક્ષપુરી અયોધ્યામાં સગર રાજા થઈ ગયા. જેમની બે રાણીઓ સુમતિ અને કેશિનીને  ત્યાં એકને અસમંજસ અને બીજી રાણીને તુંબડા દ્વારા ૬૦૦૦૦ પુત્રો થયા. મોટો દિકરો દુરાચારી અને દુષ્ટ હતો. તેનો દેશનિકાલ કર્યો. પૌત્ર અશુમાનને પાસે રાખ્યો. પાછલી ઉંમરમાં અશ્વમેઘ યજ્ઞા કર્યો. જેનો અશ્વ ઇન્દ્રદેવે હરણ કરી પાતાળમાં કપિલમુનિના આશ્રમમાં બાંધી દીધો. ૬૦૦૦૦ પુત્રો અશ્વ શોધતા ચારે દિશામાં ગયા પછી પાતાળમાં ગયા ત્યાં ઘોડાને બાંધેલો જોઈ તપમાં લીન કપિલમુનિને જેમ તેમ બોલ્યો. ધ્યાનભંગ થયેલા ઋષિએ આ સાંભળી ૬૦૦૦૦ સગરપુત્રોને બાળીને ભસ્મ કર્યા. હવે રાજાએ પૌત્ર અંશુમાનને તપાસ કરવા મોકલ્યો. જેને ગરૂડજીએ કપિલ આશ્રમ પહોંચાડયો.  પોતાના ૬૦૦૦૦ કાકાઓની ભસ્મ જોઈ હતપ્રભ બનેલા અંશુમાનને બનેલી હકીકતથી શ્રી કપિલમુનિએ વાકેફ કર્યા અને તેના કાકાઓના ઉધ્ધારનો ઉપાય બતાવતા કહ્યું કે વત્સ જ્યારે સ્વર્ગીય ગંગાજી પૃથ્વી ઉપર પધારે અને તેના પવિત્ર જળનો આ ભસ્મને સ્પર્શ થાય ત્યારે જ તેઓ ઉધ્ધાર પામશે.

વૈશાખ સુદ સાતમે ભગવતી ગંગાજીનું પ્રાગટય થયું
અયોધ્યા પાછા ફરેલા અંશુમાન પાસેથી દુ:ખદ વૃતાંત જાણી દુ:ખી થયેલા વૃધ્ધ સગર મહારાજે અંશુમાનને ગાદી સોંપી. હિમાલયમાં બ્રહ્માજીનું તપ કરવા ગયા. તેઓનું શરીર છૂટયા પછી અંશુમાને  દિલીપે અને ભગીરથે એમ ચાર ચાર પેઢીના તપને લીધે બ્રહ્મા પ્રસન્ન થયા અને બ્રહ્માની સલાહ અનુસાર ભગીરથે શિવને પ્રસન્ન કર્યા. જેના પુણ્ય પ્રતાપે વૈશાખ સુદ સાતમે ભગવતી ગંગાજીનું સ્વર્ગમાંથી ગંગોત્રીમાં પ્રાગટય થયું. શિવજીએ જટામાં ઝીલ્યા. જહનુ ઋષિ ઉપરથી જાહન્વી કહેવાયા. દુનિયામાં માત્ર ભારત જ એવો દેશ છે જેમાં સ્વર્ગની નદી પૃથ્વી ઉપર બિરાજે છે. ગર્વથી કહો હમ ઉસ દેશકે વાસી હૈ જીસ દેશમેં ગંગા બહેતી હૈ ઔર ભક્તિ-મુક્તિ દેતી હૈ હરહરગંગે.

 

Related News

Icon