
મહાભારત ભારતનો એક મુખ્ય કાવ્યાત્મક ગ્રંથ છે, જે સ્મૃતિના ઇતિહાસ શ્રેણીમાં આવે છે. આ કાવ્યાત્મક કૃતિ ભારતનો એક અનોખો ધાર્મિક, પૌરાણિક, ઐતિહાસિક અને દાર્શનિક ગ્રંથ છે. તેને ભારત પણ કહેવામાં આવે છે.
મહાભારત એ વિશ્વનો સૌથી લાંબો સાહિત્યિક ગ્રંથ અને મહાકાવ્ય અને હિન્દુ ધર્મના મુખ્ય ગ્રંથોમાંનો એક છે. દુર્યોધનને મહાભારતનો સૌથી મોટો ખલનાયક માનવામાં આવતો હતો. દુર્યોધન રાજા ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનો પુત્ર હતો. ભીમના જન્મદિવસે દુર્યોધનનો જન્મ થયો હતો. દુર્યોધનનો સ્વભાવ હઠીલો અને દુષ્ટ હતો. મહાભારતનું યુદ્ધ દુર્યોધનના અહંકાર અને અધર્મી સ્વભાવને કારણે થયું હતું, જેમાં તેણે 3 એવી ભૂલો કરી હતી જેના કારણે તેને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.
મરણ પથારીએ પડેલા દુર્યોધને શ્રી કૃષ્ણને ત્રણ આંગળીઓ કેમ બતાવી?
કુરુક્ષેત્રના યુદ્ધભૂમિ પર ભીમે દુર્યોધનની જાંઘ તોડી નાખી ત્યારે લોહીથી લથપથ યુદ્ધભૂમિ પર પડેલા દુર્યોધને ત્રણ આંગળીઓ બતાવી. દુર્યોધનને આ સ્થિતિમાં જોઈને ભગવાન કૃષ્ણે પોતે દુર્યોધનને ત્રણ આંગળીઓ બતાવવાનો અર્થ પૂછ્યો. જેનો જવાબ આપતા દુર્યોધને કહ્યું કે, આટલી બધી છેતરપિંડી અને આયોજન પછી પણ આ ત્રણ ભૂલો તેના માટે મોંઘી સાબિત થઈ.
દુર્યોધનની પહેલી ભૂલ
દુર્યોધને કૃષ્ણને બદલે શ્રીકૃષ્ણની નારાયણી સેના પસંદ કરી.
દુર્યોધન સ્વભાવે ખૂબ જ ઘમંડી હતો., તેથી તે પોતાની સામે કોઈને પણ કંઈ માનતો ન હતો. કળિયુગમાં તમને તમારી આસપાસ એવા લોકો મળશે, જેમને કંઈપણ જ્ઞાન ન હોવા છતાં પોતાને સૌથી વધુ જ્ઞાની માને છે. તેઓ ફક્ત તેમની બડાઈ હાંકી અને સરળ વાતો દ્વારા જ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે. દુર્યોધનનો સ્વભાવ પણ એવો હતો. જેણે શ્રી કૃષ્ણને બદલે નારાયણી સેના પસંદ કરી. કારણ કે તેને લાગતું હતું કે એક શ્રી કૃષ્ણ મને યુદ્ધ કેવી રીતે જીતાડી શકે. જ્યારે હજારો યોદ્ધાઓથી ભરેલી નારાયણી સેના તેની શક્તિમાં વધારો કરશે.
દુર્યોધનની બીજી ભૂલ
માતા ગાંધારીની સામે ઝાડના પાંદડાથી બનેલો લંગોટ પહેરીને ગયો
દુર્યોધનની બીજી સૌથી મોટી ભૂલ એ હતી કે, તે હંમેશા તેની માતાની વાતને અવગણતો હતો. જ્યારે દુર્યોધનની માતા ગાંધારીએ તેને નગ્ન થઈને તેના એકાંત સ્થળે આવવા કહ્યું હતું. ગાંધારી પોતાના તપના તેજના બળે કરીને પોતાની આંખોમાંથી નીકળતા તેજથી દુર્યોધનના શરીરને વ્રજ જેવું બનાવી શકે, પરંતુ છેલ્લી ઘડીએ કોઈ બીજાની સલાહ પર, દુર્યોધને તેની માતાની વાતને ગંભીરતાથી ન લીધી. અને પાંદડાઓમાં લપેટાઈને તેની માતા સમક્ષ આવી ગયો. જેના કારણે દુર્યોધનનું શરીર સંપૂર્ણપણે વ્રજનું બની શક્યું નહીં. પરિણામ એ આવ્યું કે ભીમે યુદ્ધના મેદાનમાં દુર્યોધનની જાંઘ તોડી નાખી.
દુર્યોધનની ત્રીજી ભૂલ
દુર્યોધન યુદ્ધમાં સૌથી છેલ્લે પ્રવેશ્યો હતો.
દુર્યોધનની ત્રીજી ભૂલ છેલ્લી ઘડીએ યુદ્ધમાં ઉતરવાની હતી. દુર્યોધને પોતાના બધા યોદ્ધાઓને યુદ્ધભૂમિમાં લડવા માટે આગળ મોકલ્યા. જો દુર્યોધન યુદ્ધમાં પહેલા આવ્યો હોત, તો તેને અંતે આ રીતે એકલો ન છોડવામાં આવ્યો હોત. દુર્યોધને પોતાની છાવણીના યોદ્ધાઓની શક્તિનો યોગ્ય રીતે ઉપયોગ કર્યો નહીં. દુર્યોધને ઘમંડમાં દરેક યોદ્ધાને કોઈપણ વ્યૂહરચના વિના યુદ્ધના મેદાનમાં મોકલી દીધા.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.