દેશના બહુ ચર્ચિત Chhangur Babaના ધર્માંતરણના કેસમાં રોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. સામાન્ય રીતે રોડ પર વીંટીઓ વેચનાર બાબા છોકરીઓનું ધર્માંતરણ કરી 100 કરોડની સંપત્તિનો મલિક બની ગયો. પોલીસને તેના ઘરમાં દરોડા પડતા અનેક વાંધાજનક વસ્તુઓ પણ મળી આવી હતી. હવે તેને એક ક્રૂર ધર્માંતરણ ગેંગના માસ્ટરમાઇન્ડ તરીકે ઓળખવામાં આવ્યો છે, જેણે હજારો મહિલાઓને પોતાનો શિકાર બનાવી, સાથે સંગઠિત ઇસ્લામિક દાવા નેટવર્ક સ્થાપવાનું ઊંડું કાવતરું પણ ઘડ્યું હતું. Chhangur Baba અને તેના નજીકના સાથી નીતુ રોહરા ઉર્ફે નસરીનને 7 દિવસના રિમાન્ડ પર ATSને સોંપવામાં આવી. આ સમય દરમિયાન, બધી મુખ્ય ગુપ્તચર એજન્સીઓ Chhangur Babaના નેટવર્ક અને આંતરરાષ્ટ્રીય સંપર્કોના સ્તરો ખોલવાની તૈયારી કરી રહી છે.

