ઉત્તર પ્રદેશ આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ પૂછપરછ દરમિયાન ગેરકાયદેસર ધર્માંતરણ રેકેટના મુખ્ય સૂત્રધાર જમાલુદ્દીન ઉર્ફે Chhangur babaના કોડવર્ડ્સ ડીકોડ કર્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે Chhangur baba તેના સહયોગીઓ સાથે વાત કરતી વખતે કોડ શબ્દોનો ઉપયોગ કરતો હતો. આ કોડ શબ્દોમાં છોકરીઓને 'પ્રોજેક્ટ', ધર્માંતરણને 'મિટ્ટી પલટના' અને બ્રેન વોશને 'કાજલ કરના' કહેવામાં આવતું હતું.

