ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) ને ડેટ કરવાની અફવાઓ વચ્ચે, આરજે મહવશ (RJ Mahwash) મુલ્લાનપુરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સાથેની IPL 2025ની ક્વોલિફાયર 1 મેચમાં પંજાબ કિંગ્સ (PBKS) ને ચીયર કરવા પહોંચી હતી. એક દિવસ પછી, આરજે મહવશ (RJ Mahwash) એ એક ક્રિપ્ટિક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી હતી. મહવશ પહેલા ઉત્સાહિત દેખાતી હતી, પરંતુ PBKSની હાર બાદ તે નિરાશ થઈ ગઈ હતી. સ્ટેડિયમમાંથી તેના ઘણા ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. હવે તેની એક ક્રિપ્ટિક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પણ વાયરલ થઈ રહી છે. જેમાં તે નૈતિકતા વિશે વાત કરી છે.

