
હરિયાણાના શિકોપુર જમીન કૌભાંડ કેસમાં રોબર્ટ વાડ્રાની સતત બીજા દિવસે ED દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. રોબર્ટ વાડ્રા પત્ની અને કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી સાથે ED ઓફિસ પહોંચ્યા છે. રોબર્ટ વાડ્રાની પૂછપરછ શરૂ થઇ છે અને પ્રિયંકા ગાંધી ED હેડક્વાર્ટરના વેઇટિંગ રૂમમાં બેઠા છે.
અમે કોઇનાથી ડરતા નથી- રોબર્ટ વાડ્રા
EDની પૂછપરછ પર બિઝનેસમેન રોબર્ટ વાડ્રાએ કહ્યું, "અમે કોઇનાથી ડરતા નથી, અમે નિશાના પર છીએ કારણ કે અમે પ્રાસંગિક છીએ. પછી રાહુલ ગાંધીને સંસદમાં રોકવામાં આવે અથવા મને બહાર રોકવામાં આવે, અમે નિશ્ચિત રીતે નિશાના પર છીએ પરંતુ અમે આસાન સોફ્ટ ટાર્ગેટ નથી, અમે હાર્ડ ટાર્ગેટ છીએ."
રોબર્ટ વાડ્રાએ EDની પૂછપરછ પર શું કહ્યું?
ગુરૂગ્રામ જમીન કૌભાંડમાં EDની પૂછપરછ પર રોબર્ટ વાડ્રાએ કહ્યું, "એજન્સીનું ફરી સમન્સ આવ્યું છે અને હું હેરાન છું કારણ કે આ ઘટનામાં પહેલા પણ 15 વખત એજન્સી સામે હાજર થઇ ચુક્યો છું. મારી 10 કલાક પૂછપરછ થઇ. મે 23,000 દસ્તાવેજ આપ્યા...હું માત્ર એમ જ કહી શકું છું કે એજન્સીઓનો દૂરઉપયોગ થઇ રહ્યો છે."
હું દેશ છોડીને જવાનો નથી- રોબર્ટ વાડ્રા
રોબર્ટ વાડ્રાએ કહ્યું, "હું ક્યારેય દેશ છોડીને જવાનો નથી. હું તમામ સવાલોનો જવાબ આપીશ, મને કોઇ તકલીફ નથી જેટલી પણ એજન્સીઓનો ઉપયોગ કરવો હોય તે કરી લો."
https://twitter.com/AHindinews/status/1912384264513138916
શું છે સમગ્ર ઘટના?
આ મામલો 2008નો છે. તે સમયે હરિયાણામાં ભૂપેન્દ્ર હુડ્ડા મુખ્યમંત્રી હતાં. હરિયાણા સરકારે આ જમીનમાંથી 2.70 એકડ જમીનને કોમર્શિયલ કોલોનીના રૂપે ડેવલપ કરવાની મંજૂરી આપતા વાડ્રાની કંપનીને લાઇસન્સ આપ્યું હતું. પરંતુ, કોલોની વિકસિત કરવાની બદલે તેમની કંપનીએ આ જમીનને 2012માં 58 કરોડ રૂપિયામાં DLF યુનિવર્સલ લિમિટેડને વેચી દીધી હતી.
રોબર્ટ વાડ્રા પર શું છે આરોપ?
રોબર્ટ વાડ્રા પર આરોપ છે કે, હરિયાણા સરકાર પાસેથી ઓછી કિંમતે મળેલી જમીનને ડીએલએફ યુનિવર્સલ લિમિટેડને વેચીને રોબર્ટ વાડ્રાની કંપની સ્કાઈલાઇટ હોસ્પિટેલિટી પ્રાઇવેટ લિમિટેડે કરોડોની કમાણી કરી હતી. તેમની કંપનીએ 18 સપ્ટેમ્બર, 2012ના દિવસે સેલ ડીલ દ્વારા આ જમીનને ડીએલએફ યુનિવર્સલ લિમિટેડને વેચી દીધી હતી. પરંતુ, હરિયાણા સરકારે ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગે લાઇસન્સને ટ્રાન્સફર કરવાની ફાઇનલ મંજૂરી નહતી આપી.