ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન અને હિટમેનના નામથી ફેમસ રોહિત શર્મા (Rohit Sharma) એ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતિનું એલાન કરી દીધું છે. આ પહેલા તેણે T20I ક્રિકેટ ફોર્મેટમાંથી પણ સંન્યાસ લઈ લીધો હતો. હવે તે વનડેમાં રમવાનું ચાલુ રાખશે. ક્રિકેટની પિચ પર નહીં પરંતુ કમાણીના મામલે પણ તે ટોપ પર છે અને તે અમીર ખેલાડીઓની યાદીમાં સામેલ છે. અહેવાલ પ્રમાણે રોહિત શર્માની નેટવર્થ લગભગ 214 કરોડ રૂપિયાની આસપાસ છે.

