
Sabarkantha News: સાબરકાંઠામાં જિલ્લાના કલેકટરના જાહેરનામાંનો સરેઆમ ભંગ થતો જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં પોલો ફોરેસ્ટના માર્ગને લઈ કલેકટરએ જાહેરનામું બહાર પાડ્યું હતું. પ્રવાસીઓને અગવડતા ન પડે તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.
શાળણેશ્વર મંદિરથી વનજ ડેમ સુધીના માર્ગ ઉપર ફોર વિલ વાહનનો ઉપર પ્રતિબંધ મુક્યો હતો. પોલો ફોરેન્ટ નિહાળવા ઠેક ઠેકાણેથી સહેલાણીઓ ઉમટી આવે છે. એવામાં પ્રતિબંધ હોવા છતાં આ માર્ગ ઉપર ફોર વિલ વાહનો પાર્કિંગ અને વાહનોનો જમાવડો જોવા મળી રહ્યો છે. સ્થાનિક તંત્ર જાહેરનામાની અમલવારીમાં નિષ્ફળ નિવડી રહ્યું છે.