
સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં અચાનક ચકચાર મચી જતાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. વરસાદ વચ્ચે ત્યાં પસાર થતી નહેરમાંથી એક અજાણ્યા આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે હત્યા કે આત્મહત્યા ? તે અંગે તપાસ હાથ ધરીછે.
નહેરમાં મૃતદેહ તણાતો હતો
મૃતદેહને નહેરમાં તણાતો જોઈ લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.પ્રાથમિક અંદાજ મુજબ, મૃતક યુવકની ઉંમર આશરે 55 વર્ષ હોય તેવું જણાઇ રહ્યું છે.
ઓળખ માટે તપાસ શરૂ
આધેડ કોણ છે, ક્યાંનો રહેવાસી છે અને મૃત્યુના કારણ શું છે તેની વિગતો હજુ બહાર આવી નથી. હાલમાં પોલીસે અજાણ્યા આધેડની ઓળખ માટે કાર્યવાહી શરૂ કરી છે અને આસપાસના વિસ્તારના સીસીટીવી કૅમેરા તેમજ ગુમ થયેલા લોકોના રિપોર્ટના આધારે તપાસ કરી રહી છે.