આપણાં દેશમાં શરદી-ઉધરસ બાદ સૌથી સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યા કબજિયાત છે એવું તાજેતરના એક મેડિકલ સર્વેમાં જાણવા મળ્યું છે. કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાત દરેક ઉંમરના લોકોને નડે છે. જાણીને નવાઈ લાગે કે દેશમાં દર પાંચમી વ્યક્તિને કબજિયાત રહે છે. આયુર્વેદમાં બંધકોશ અને મળાવરોધ કબજિયાતના પર્યાયવાચી શબ્દો છે. જેને બંધ કોશની તકલીફ રહેતી હોય એ વ્યક્તિને અવારનવાર જાજરૂ જવું પડે છે અને એને મળત્યાગ કરવી વખતે પણ બહુ ત્રાસ થાય છે.

