સાઉદી અરેબિયા દ્વારા ભારતનો 52 હજાર ક્વૉટા રદ કરીને 10 હજાર કરી નાખતા આ વર્ષે 42 હજાર મુસ્લિમો હજયાત્રાથી વંચિત રહી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. ઉપરાંત 12 વર્ષથી નાના બાળકોની હજયાત્રાની અરજી રદ કરવાનો પરિપત્ર પણ હજ કમિટી ઑફ ઈન્ડિયાને મોકલવામાં આવતા ગુજરાતના 90 મળીને દેશના 292 બાળકો પણ હજયાત્રા નહીં કરી શકે.

