SEBI Rules: માર્કેટ રેગ્યુલેટર સેબીએ F&O માર્કેટમાં વધી રહેલી સટ્ટાખોરીને ધ્યાનમાં લેતાં જોખમના નવા માપદંડો રજૂ કર્યા છે. ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવેલા કન્સલ્ટન્ટ પેપરના આધારે હવે ઓપન ઈન્ટરેસ્ટની ગણતરી, પોઝિશન લીમિટ અને એક્સપાયરી નિયમોમાં મોટા ફેરફારો થશે. રિટેલ ટ્રેડર્સને થતાં નુકસાનમાં ઘટાડો કરવાના ઉદ્દેશ સાથે ફેરફારો કરવામાં આવ્યા છે. સેબી ટ્રેડિંગ ગતિવિધિઓને મર્યાદિત કરવા માંગે છે પરંતુ તે જ સમયે માર્કેટની લિક્વિડિટી જાળવી રાખવી મહત્વપૂર્ણ છે. નવા નિયમો સટ્ટાખોરી પર અંકુશ લગાવશે અને રિટેલ ટ્રેડર્સને તેમના જોખમોને વધુ સારી રીતે સમજવાની તક પણ આપશે.

