
છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટર દરમિયાન સવારે 11 વાગ્યા સુધીમાં સુરક્ષા દળોએ 26 નક્સલીઓને ઠાર માર્યા છે. આ મોટા ઓપરેશન દરમિયાન એક સૈનિક શહીદ થયા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, અબુઝમાડ વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.
નારાયણપુર જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રભાત કુમારે જણાવ્યું હતું કે જિલ્લાના અબુઝહમાડ વિસ્તારના માડ ડિવિઝનમાં નક્સલીઓની હાજરી અંગેની માહિતીના આધારે, જિલ્લા રિઝર્વ ગાર્ડ (DRG) નારાયણપુર, DRG દાંતેવાડા, DRG બીજાપુર અને DRG કોંડાગાંવની સંયુક્ત ટીમને નક્સલ વિરોધી કાર્યવાહી માટે મોકલવામાં આવી હતી. આ પછી સૈનિકોની નક્સલીઓ સાથે મુઠભેડ થઈ હતી.
https://twitter.com/PTI_News/status/1925075305602879988
છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી વિજય શર્માએ કહ્યું, "સૈનિકોની કાર્યવાહીમાં 26થી વધુ નક્સલીઓ માર્યા ગયા છે. અંતિમ તબક્કાની શોધ કામગીરી ચાલુ છે."