સીમા હૈદરે તેના ભારતીય પ્રેમી સચિન મીના સાથે લગ્ન કરવા માટે પાકિસ્તાન છોડી અને ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી હતી. હવે સરકાર દ્વારા પાકિસ્તાની નાગરિકો માટે વિઝા સેવાઓ સ્થગિત કરવામાં આવતાં તેને દેશનિકાલનો ડર સતાવી રહ્યો છે. તેણે પીએમ મોદી અને યુપીના સીએમ યોગીને ભારતમાં રહેવાની પરવાનગી આપવા અપીલ કરી છે.
વિઝા સ્થગિત થતાં સીમા હૈદર ડરી ગઈ
સીમા હૈદરે 2023માં તેના ભારતીય પ્રેમી સચિન મીના સાથે લગ્ન કરવા માટે પાકિસ્તાન છોડી દીધું હતું. તે પહેલાં જ સિંધ પ્રાંતમાં પરિણીત હતી, તેણે ચાર બાળકો પણ હતા. તે તેના ચાર બાળકો સાથે નેપાળના માર્ગે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી હતી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર થયેલા એક વીડિયોમાં સીમા કહે છે, "હું પાકિસ્તાન જવા માંગતી નથી. હું પીએમ (નરેન્દ્ર) મોદી અને યુપીના સીએમ યોગી (આદિત્યનાથ)ને વિનંતી કરું છું કે મને ભારતમાં રહેવા દે."
સીમા હૈદરે હિન્દુ ધર્મ અપનાવ્યો
હૈદરનો દાવો છે કે તેણે સચિન મીના સાથે લગ્ન કર્યા બાદ હિન્દુ ધર્મ અપનાવ્યો છે. દેશભરમાં થઈ રહેલી ટીકા છતાં, તેના વકીલને આશા છે કે તેને ભારતમાં રહેવાની પરવાનગી મળશે, કારણ કે તેનો દાવો છે કે તે હવે પાકિસ્તાની નાગરિક નથી.

વધુમાં તેણે જણાવ્યું હું કે, "સીમા હવે પાકિસ્તાની નાગરિક નથી. તેણે ગ્રેટર નોઈડાના રહેવાસી સચિન મીના સાથે લગ્ન કર્યા છે અને તાજેતરમાં તેમની દીકરી ભારતી મીનાનો જન્મ થયો છે. તેની નાગરિકતા હવે તેના ભારતીય પતિ સાથે જોડાયેલી છે, તેથી કેન્દ્રનો આદેશ તેના પર લાગુ ન થવો જોઈએ."
સીમાએ પીએમ મોદીને વિનંતી કરી
વીડિયોમાં કહ્યું, "હું મોદીજી અને યોગીજીને વિનંતી કરું છું કે હું હવે તેમના શરણમાં છું. હું પાકિસ્તાનની દીકરી હતી, પરંતુ હવે હું ભારતની વહુ છું. મને અહીં રહેવા દો."
વીડિયોમાં કહ્યું, "હું મોદીજી અને યોગીજીને વિનંતી કરું છું કે હું હવે તેમના શરણમાં છું. હું પાકિસ્તાનની દીકરી હતી, પરંતુ હવે હું ભારતની વહુ છું. મને અહીં રહેવા દો."
પહેલગામ આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને, બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા મામલાની કેબિનેટ સમિતિની બેઠકમાં પાકિસ્તાની નાગરિકો માટે વિઝા સેવાઓ સ્થગિત કરવા સહિતના અનેક જવાબી પગલાં લેવામાં આવ્યા હતા.
27 એપ્રિલે વિઝા રદ થશે
વિદેશ મંત્રાલયે જાહેરાત કરી કે પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલા તમામ માન્ય વિઝા 27 એપ્રિલથી રદ કરવામાં આવશે. મેડિકલ વિઝા ફક્ત 29 એપ્રિલ સુધી માન્ય રહેશે. ભારતમાં હાલમાં રહેતા તમામ પાકિસ્તાની નાગરિકોને તેમના વિઝાની મુદત પૂરી થાય તે પહેલાં દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે.

સીમા મે, 2023માં કરાચીમાં પોતાનું ઘર છોડીને ભારત આવી હતી. જુલાઈમાં, ભારતીય અધિકારીઓએ તેને ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના રબુપુરા વિસ્તારમાં સચિન મીના સાથે રહેતી વખતે પકડી હતી. કથિત રીતે બંને 2019માં ઓનલાઈન ગેમ રમતી વખતે સંપર્કમાં આવ્યા હતા. હાલમાં, આ દંપતી ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં રહે છે.