DRI અને કસ્ટમ વિભાગનું સંયુક્ત ઓપરેશનમાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી આશરે 39 કરોડ રૂપિયાની કિંમતનો 39.24 કિલો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. ખાદ્ય ચીજ વસ્તુઓમાં હાઇડ્રોપોનિક ગાંજો આવ્યો હતો. બેંગકોકથી આવેલા 3 ભારતીયોની બેગમાંથી હાઇડ્રોપોનિક ગાંજો મળી આવ્યો છે.

