
Sensex today: ભારતીય શેરબજાર આજે બુધવારે 11 જૂને લીલા નિશાન પર બંધ થયું છે. બોમ્બે સ્ટોક એક્સચેંજનો ઈન્ડેક્સ આજે 0.15 ટકા અથવા 123 અંકના વધારાની સાથે 82,515 ઉપર બંધ
થયો. બજાર બંધ થવાના સમયે સેન્સેક્સના 30 શેર્સમાંથી 15 શેર્સ લીલા નિશાન પર અને 15 શેર્સ રેડ નિશાન પર હતા.
જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો ઈન્ડેક્સ નિફ્ટી 0.15 ટકા અથવા 37 અંકના વધારાની સાથે 25,141 પર બંધ થયો. એનએસઈ પર ટ્રેડેડ 2995 શેર્સમાંથી 1608 શેર્સ લીલા નિશાન અને 1304 શેર્સ રેડ ઝોનમાં તેમજ 83 શેર્સ કોઈપણ ફેરફાર વગર બંધ થયા હતા.
સેન્સેક્સના શેર્સની સ્થિતિ
સેન્સેક્સ પેકમાં, સૌથી વધુ તેજીવાળા શેરોમાં HCL ટેક, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, રિલાયન્સ, ઝોમેટો, ICICI બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, સન ફાર્મા, ટાટા મોટર્સ, ટાઇટન, મહિન્દ્રા અને મહિન્દ્રા, TCS, ટાટા સ્ટીલ અને લાર્સન એન્ડ ટુબ્રોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પાવર ગ્રીડ, ઇન્ડસઇન્ડ બેંક, અદાણી પોર્ટ્સ, HDFC બેંક, નેસ્લે ઇન્ડિયા, HUL, બજાજ ફાઇનાન્સ, એશિયન પેઇન્ટ્સ, મારુતિ, NTPC, એક્સિસ બેંક, ITC, SBI, કોટક બેંક અને ભારતી એરટેલ લાલ નિશાનમાં બંધ થયા હતા.
આ શેર્સમાં સૌથી વધુ ઉછાળો
સેક્ટોરલ ઈન્ડેક્સની વાત કરીએ તો, નિફ્ટી ઓઈલ અને ગેસ સેક્ટરના શેરોમાં સૌથી વધુ વૃદ્ધિ નોંધાઈ છે. આ ઉપરાંત, નિફ્ટી ઓટો 0.19 ટકા, નિફ્ટી આઇટી 1.26 ટકા, નિફ્ટી ફાર્મા 0.50 ટકા, નિફ્ટી રિયલ્ટી 0.09 ટકા, નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સ 0.25 ટકા, નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેર 0.59 ટકા વધ્યા છે. આ ઉપરાંત, નિફ્ટી મિડસ્મોલ ફાઇનાન્શિયલ સર્વિસિસ 1.04 ટકા, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસ એક્સ-બેંક 0.81 ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 0.04 ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેંક 0.26 ટકા, નિફ્ટી પીએસયુ બેંક 0.88 ટકા, નિફ્ટી મેટલ 0.15 ટકા, નિફ્ટી મીડિયા 0.07 ટકા, નિફ્ટી એફએમસીજી 0.67 ટકા ઘટ્યા છે.
મંગળવારે કેવી રહી બજારની ચાલ?
મંગળવારે નાણાકીય શેરોમાં નફા બુકિંગને કારણે શેરબજાર લગભગ સપાટ બંધ થયું હતું. બીએસઇ સેન્સેક્સ 53.49 પોઈન્ટ અથવા 0.06% ઘટીને 82,391.72 પર બંધ થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટી-50 1.05 પોઈન્ટના નજીવા વધારા સાથે 25,104 પર બંધ થયો હતો.