
જાતીય શોષણ એક એવી ઘટના છે જે માનવીના આત્માને હચમચાવી નાખે છે. છોકરી હોય કે છોકરો, ઘણાં લોકો આવા sexual abuse નો ભોગ બની ચૂક્યા છે. બોલિવૂડ અને ટીવી જગતની ઘણી હસીનાઓએ પોતાના પર થયેલા જાતીય શોષણનો ખુલાસો કર્યો છે. પરંતુ આજે અમે તમને એવા ટીવી અને બોલિવૂડ એક્ટરોની વાત કરીશું. જેઓ sexual abuse નો ભોગ બની ચૂક્યા છે. એમાં અક્ષય કુમારથી લઈને આમિર અલી સુધીના બધાનો સમાવેશ થાય છે.
એજાઝ ખાન
એજાઝ ખાને કહ્યું હતું કે બાળપણમાં તેની સાથે ખોટી હરકતો થઈ હતી. આ ઘટનાને ભૂલવા ઈચ્છે છે પરંતુ દિલોદિમાગમાંથી જતી નથી. એજાઝ ખાને કહ્યું હતું કે, તે જાતિય શોષણ પછીથી તેને સ્પર્શથી પરેશાનીનો સામનો થવા લાગ્યો.
અક્ષય કુમાર
અક્ષય કુમારે કહ્યું હતું કે જ્યારે તે 6 વર્ષનો હતો ત્યારે તેની સાથે એક ખરાબ ઘટના બની હતી. લિફ્ટ ઓપરેટરે ગંદી રીતે સ્પર્શ્યો હતો. ત્યારથી અક્ષયને 'બમ' શબ્દથી તકલીફ થવા લાગી.
અનુરાગ કશ્યપ
અનુરાગ કશ્યપ પણ બાળપણમાં જાતીય શોષણનો ભોગ બન્યા હતા. ફિલ્મ નિર્માતાએ જણાવ્યું હતું કે, તેણે લગભગ 11 વર્ષ સુધી સતત આ વસ્તુ ઝેલવી પડી હતી. તેના માટે આગળ વધવું બિલકુલ સરળ નહોતું.
આમિર અલી
આમિર અલીએ તાજેતરમાં જ પોતાની સાથે બનેલી ખરાબ ઘટનાનો ખુલાસો કર્યો છે. આમિરે જણાવ્યું કે, જ્યારે તે 14 વર્ષનો હતો ત્યારે કોઈએ તેને ટ્રેનમાં અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો. એ પછીથી તેને ટ્રેનમાં મુસાફરી કરવામાં તકલીફ થવા લાગી.
પિયુષ મિશ્રા
એક મહિલાએ પિયુષ મિશ્રા સાથે અણછાજતું વર્તન કર્યું. અભિનેતાએ ખુલાસો કર્યો હતો કે, જ્યારે તે સાતમા ધોરણમાં હતો એ સમયે એક દૂરના સંબંધીએ તેની સાથે હલકું કૃત્ય કર્યું હતું.
વિશાલ આદિત્ય સિંહ
વિશાલ આદિત્ય સિંહે પારસ છાબડાના પોડકાસ્ટમાં પોતાની સાથે થયેલા જાતિય શોષણનો ખુલાસો કર્યો હતો. વિશાલ આદિત્ય સિંહે જણાવ્યું કે, તેમની વસાહતના એક કાકાએ તેને બાઇક ચલાવવાનું શીખવવાના બહાને તેમની સાથે ગેરવર્તન કર્યું હતું.
રોહિત વર્મા
'બિગ બોસ' ફેમ રોહિત વર્માએ જણાવ્યું હતું કે જ્યારે તે 8 વર્ષનો હતો, ત્યારે તેના પોતાના કાકાએ તેની સાથે ગંદી હરકતો કરી હતી. તેને સાડી પહેરવાની ફરજ પાડવામાં આવી હતી. તેના ઉપર વેક્સ સુદ્ધાં નાંખ્યું હતું. રોહિત કહે છે કે તેણે ડરના કારણે આ વાત તેના માતાપિતાને કહી ન હતી.