બુધવારે ભારતીય શેરબજારમાં સાંકડી રેન્જમાં વધઘટ જોવા મળી હતી. પરંતુ અંતે તે વધારા સાથે લીલા નિશામાં બંધ થયો હતો. શરૂઆતના વધારા પછી, નિફ્ટી સાંકડી રેન્જમાં આગળ વધ્યા બાદ અંતે 24,612 ના સ્તરે બંધ થયો. સેક્ટલ ઇન્ડેક્સના મોરચે મિશ્ર વલણ રહ્યું. મેટલ અને એનર્જી શેરોના ભાવમાં વધારો જોવા મળ્યો. જ્યારે રિયલ્ટી અને નાણાકીય સેક્ટરના ઇન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા. આ કારોબારી સત્રની ખાસ વાત એ હતી કે બ્રોડર માર્કેટમાં મજબૂતી જોવા મળી. મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં 0.7% થી 0.8% નો વધારો નોંધાયો હતો.

