
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે (25 જૂન) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરવા મુદ્દે પાર્ટીના વરિષ્ઠ નેતા શશી થરૂર (Shashi Tharoor)ને કટાક્ષ કર્યો છે. ખડગેનું આ નિવેદન તેવા સમયે સામે આવ્યું છે, જ્યારે થરૂર અને કોંગ્રેસ વચ્ચેના મતભેદો જાહેરમાં સામે આવ્યા છે.
ખડગેના થરૂર પર પ્રહાર
ભારત-પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું, ત્યારબાદ પાકિસ્તાનના આતંકવાદી વલણને વિશ્વસ્તરે ખુલ્લો પાડવા માટે કેન્દ્ર સરકારે પ્રતિનિધિમંડળો બનાવી અનેક દેશોમાં મોકલ્યા હતા, જેમાં કોંગ્રેસ તરફથી તિરુવનંતપુરમના સાંસદ શશી થરૂરની પસંદગી કરવામાં આવી હતી. હવે આ મામલે ખડગેએ થરૂર પર પ્રહારો કર્યા છે.
https://twitter.com/ians_india/status/1937800732486582568
‘મને અંગ્રેજી વાંચતા આવડતું નથી’
એક પ્રેસ કોન્ફરન્સમાં ખડગેએ કહ્યું કે, ‘મને અંગ્રેજી વાંચતા આવડતું નથી, તેમની (શશી થરૂર)ની અંગ્રેજી ખૂબ સારી છે, તેથી તેમને કોંગ્રેસ કાર્ય સમિતિમાં રખાયા છે. મેં ગુલબર્ગમાં કહ્યું હતું કે, અમે એક સ્વરમાં બોલીએ છીએ, અમે દેશ માટે એક સાથે ઊભા છીએ. અમે ઓપરેશન સિંદૂર સાથે ઊભા હતા. અમે કહ્યું કે, દેશ પહેલા છે, જોકે કેટલાક લોકો કહે છે કે, મોદી પહેલા, દેશ પછી, તો અમારે શું કરવું જોઈએ?’
https://twitter.com/ShashiTharoor/status/1937816207794508243
શશી થરૂરે ખડગેને આપ્યો વળતો જવાબ
ખડગેના કટાક્ષ પર શશી થરૂરની પ્રતિક્રિયા સામે આવી હોય તેવું લાગી રહ્યું છે. થરૂરે ખડગેના નિવેદનના કેટલાક કલાક બાદ સોશિયલ મીડિયા એક્સ પર અંગ્રેજીમાં પોસ્ટ કર્યું છે, જેનો અર્થ ‘ઉડવા માટે મંજૂરીની જરૂર નથી, પાંખ તમારી છે, આકાશ કોઈનું નથી.’ થરૂરને આ સંદેશ પક્ષ પ્રત્યે નારાજગી દેખાડી રહી છે. થરૂરે વડાપ્રધાન મોદીના વખાણ કર્યા બાદ કોંગ્રેસમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.