Home / Lifestyle / Beauty : Make face serum at home with these 3 things

Skin Care Tips / આ 3 વસ્તુઓમાંથી ઘરે જ બનાવો ફેસ સીરમ, તમને મળશે ગ્લોઈંગ ત્વચા

Skin Care Tips / આ 3 વસ્તુઓમાંથી ઘરે જ બનાવો ફેસ સીરમ, તમને મળશે ગ્લોઈંગ ત્વચા

ચોમાસામાં ભેજ અને તેલને કારણે પિમ્પલ્સ અને ડાઘ-ધબ્બા જેવી સમસ્યાઓ વધુ પરેશાન કરે છે. તેથી, ઋતુ અનુસાર તમારા સ્કિન કેર રૂટીનને બદલવું જરૂરી છે. જોકે, પ્રશ્ન એ રહે છે કે ચોમાસામાં ત્વચા પર મોઇશ્ચરાઇઝર લગાવવું જોઈએ કે નહીં. કારણ કે તેની ક્રીમી ટેક્સચર ત્વચામાં સ્મૂધનેસ વધારે છે. જોકે, તેના બદલે ફેસ સીરમનો ઉપયોગ પણ શ્રેષ્ઠ પરિણામ આપી શકે છે. કેટલાક વર્ષોમાં, લોકોએ ફેસ સીરમને તેમના રૂટીનનો ભાગ બનાવ્યું છે. બજારમાં ફેસ સીરમના ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે કારણ કે તે ત્વચાને હાઈડ્રેટ કરે છે અને તેને કુદરતી ચમક આપે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પરંતુ પ્રશ્ન એ છે કે બજારમાંથી ખરીદેલા સીરમમાં કેમિકલ્સ હોય છે કે નહીં. જો તમે બજારમાંથી ફેસ સીરમ ખરીદો છો, તો તમને વિટામિન સી, હાઇડ્રોલિક એસિડવાળા ફેસ સીરમ મળે છે. પરંતુ, તમે તેને ઘરે પણ તૈયાર કરી શકો છો. તો ચાલો જાણીએ કે તમે ઘરે ફેસ સીરમ કેવી રીતે તૈયાર કરી શકો છો.

ફેસ સીરમ શું છે?

ફેસ સીરમ પ્રવાહી સ્વરૂપમાં હોય છે જે સામાન્ય રીતે તેલ અથવા પાણીના બેઝથી બને છે. તે એક હળવું અને ઝડપથી અબ્ઝોર્બ થતું સ્કિનકેર પ્રોડક્ટ છે, જે ત્વચાની સમસ્યાઓ ઘટાડવામાં મદદ કરે છે અને ત્વચામાંથી કાળા ડાઘ, પિમ્પલ્સ અને ફાઈન લાઈન્સ ઘટાડવામાં મદદ કરે છે. તેને લગાવવાથી ત્વચા હાઈડ્રેટેડ રહે છે અને ગ્લોઈંગ પણ દેખાય છે.

ફેસ સીરમ કેમ લગાવવું જરૂરી છે?

ફેસ સીરમ અન્ય સ્કિન કેર પ્રોડક્ટ્સની જેમ ત્વચા માટે મહત્ત્વપૂર્ણ છે. તે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવામાં અને કાળા ડાઘ અને પિગમેન્ટેશન જેવી ત્વચાની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તેમાં વિટામિન, એન્ટી-ઓકિસડન્ટ, હાયલ્યુરોનિક એસિડ પૂરતી માત્રામાં હોય છે.

ઘરે ફેસ સીરમ કેવી રીતે બનાવવું?

જો તમે બજારમાંથી કેમિકલ્સવાળું ફેસ સીરમ નથી લગાવવા માંગતા અથવા તે તમારી ત્વચાને અનુકૂળ નથી, તો તેના બદલે તમે ઘરે ફેસ સીરમ તૈયાર કરી શકો છો. આ માટે તમારે એલોવેરા જેલ, ગુલાબજળ અને વિટામિન ઈની કેપ્સ્યુલની જરૂર પડશે. તેને બનાવવા માટે, એક બાઉલમાં એલોવેરા જેલ, વિટામિન ઈ કેપ્સ્યુલ અને ગુલાબજળ મિક્સ કરો. તમે ઈચ્છો તો તેમાં ગ્લિસરીન પણ મિક્સ કરી શકો છો. તેને સ્વચ્છ બોટલમાં સ્ટોર કરો. તમે દિવસમાં બે વાર તેનો ઉપયોગ કરી શકો છો.

ફેસ સીરમ લગાવવાના ફાયદા

ફેસ સીરમ લગાવવાથી ત્વચા હાઈડ્રેટ થાય છે અને ત્વચામાંથી વધારાનું તેલ દૂર થાય છે. તેને લગાવવાથી ડાઘ અને ફાઈન લાઈન્સ ઓછા થાય છે. એજિંગ સાઈન્સ પણ નથી દેખાતી. તેમાં એન્ટી-ઈફ્લેમેટરી ગુણધર્મો છે. જે ત્વચાની એલર્જીથી રાહત આપવામાં મદદ કરે છે.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.

Related News

Icon