
ગ્રાહકોને ઓછી કિંમતે ફાસ્ટ ચાર્જિંગ સ્માર્ટફોન ખરીદવાની તક મળી રહી છે. અહીં તમારા માટે એવા બ્રાન્ડેડ ડિવાઇસ વિશે જણાવશું જે બેસ્ટ ફાસ્ટ ચાર્જિંગ ઓફર કરે છે.
આ ફોન થોડીવારમાં સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે
સ્માર્ટફોન માર્કેટમાં એક પછી એક ઇનોવેશન્સ જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને છેલ્લા કેટલાક વર્ષોમાં બેટરી ટેકનોલોજીથી લગતા ઘણા સુધારા થયા છે. Xiaomi થી Realme અને Samsung સુધીના ઝડપી ચાર્જિંગ ઉપકરણો થોડીવારમાં સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે. અહીં ટોચના 5 મોડલની યાદી છે, જેથી તમારા માટે પસંદગી કરવાનું સરળ બને.
Motorola Edge 60 Pro
આ મોટોરોલા ફોન 90W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તેમાં 15W વાયરલેસ ચાર્જિંગ મળે છે અને આ ફોન 5W રિવર્સ વાયરલેસ ચાર્જિંગ પણ ઓફર કરે છે. 6000mAh બેટરીવાળો ફોન 24,677 રૂપિયામાં ખરીદી શકાય છે.
iQOO Neo 10
Vivo-થી જોડાયેલી બ્રાન્ડના આ ફોનમાં 7000mAh બેટરી છે અને તે ફાસ્ટ ચાર્જિંગ માટે 120W ફ્લેશ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ફોન એમેઝોન પર 26,998 રૂપિયાની ડિસ્કાઉન્ટ કિંમતે ઉપલબ્ધ છે.
Realme GT 7
Realme ડિવાઇસ રેકોર્ડબ્રેક 120W ચાર્જિંગ સ્પીડ સાથે આવે છે અને તેમાં 7000mAhની શક્તિશાળી બેટરી છે. આ ફોન એમેઝોન પર 39,998 રૂપિયાની કિંમતે ખરીદી શકાય છે.
Vivo T4x
આ Vivo સ્માર્ટફોનમાં 6500mAh બેટરી છે અને તે 44W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ડિસ્કાઉન્ટ પછી તેની શરૂઆતની કિંમત 13,999 રૂપિયા છે.
Samsung Galaxy S24 FE
ડિવાઇસના ફેન એડિશનમાં 4700mAh બેટરી છે, જેમાં 25W વાયર્ડ, 15W વાયરલેસ અને 4.5W રિવર્સ ચાર્જિંગ સપોર્ટ છે. તે એમેઝોન પર 34,990 રૂપિયાની શરૂઆતની કિંમતે ઉપલબ્ધ છે.