
રોનિત રોય ટેલિવઝન ઇન્ડસ્ટ્રીની દુનિયાનો જાણીતો કલાકાર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તે ઘણા મોટા પ્રોજેક્ટ્સમાં જોવા મળ્યો છે. સ્ટારપ્લસની લોકપ્રિય સીરિયલ 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી'માં પણ રોનિતે 'મિહિર વિરાની'નું પાત્ર ભજવ્યું હતું. આ સીરિયલને કારણે રોનિત ખૂબ લોકપ્રિય કલાકાર તરીકે ઓળખાય. હવે દર્શકો માટે' ક્યૂંકી..'ની બીજી સિઝન જલદી શરૂ થવા જઇ રહી છે. એવી અફવાઓ પણ હતી કે સીરિયલમાં રોનિત ફરીથી 'મિહિર વિરાની'ની ભૂમિકામાં જોવા મળશે. પણ હવે આ અફવાઓ પર રોનિતે પૂર્ણવિરામ મૂકી દીધું છે. રોનિતે કહ્યું કે તે આ શો કરશે નહીં.
નહીં જોવા મળे રોનિત રૉય
એક ટીવી ઇંટરવ્યૂમાં રોનિત રોયે 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી'ની નવી સિઝન અંગે ખુશી વ્યક્ત કરી હતી. તેણે એમ પણ કહ્યું કે આ શો તેના દિલની ખૂબ જ નજીક છે. મને ખુશી છે કે તેમણે 'ક્યૂંકી…'ની નવી સિઝન ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો પરંતુ કમનસીબી એ છે કે હું આ સીરિયલનો ભાગ નહીં હોઉં. પોતાના સમયને યાદ કરતાં કહ્યું કે તે કેવી રીતે 8 વર્ષ સુધી આ શોનો ભાગ રહ્યો.
હું જ્યાં છું ત્યાં ખુશ છું: રોનિત રોય
રોનિતે નવા સિઝન માટે મેકર્સને શુભેચ્છા પણ આપી. જ્યારે રોનિતને પૂછવામાં આવ્યું કે તે ટેલિવિઝન પર લાંબા સમય સુધી ચાલનારી સીરિયલમાં કામ કરશે, ત્યારે તેણે કહ્યું, "એક જ શો માં વર્ષો સુધી કામ કરવામાં મને કોઈ વાંધો નથી, પણ મારે ટેલિવિઝનની દુનિયામાં હજુ પણ ઘણું કરવાનું બાકી છે. ટેલિવિઝનની દુનિયામાં મેં 25 વર્ષ પૂર્ણ કર્યા અને હવે દુનિયા બદલાઈ ગઈ છે. ટેલિવિઝનમાં કેટલાક સુધારા કરવાની જરૂર છે, જ્યારે આ સુધારો થશે ત્યારે હું પાછો આવીશ, અત્યારે હું જ્યાં છું ત્યાં ખુશ છું."
ચક્રવર્તી સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણમાં કરે છે કામ
રોનિત રોયના કામની વાત કરીએ તો તે હાલમાં ચક્રવર્તી સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણમાં રાજા સોમેશ્વરની ભૂમિકા ભજવતો દેખાઈ રહ્યો છે. આ પહેલાં તે 'કસૌટી જિંદગી કી', 'કસમ સે', 'ઇતના કરો ના મુજશે પ્યાર' સહિત ઘણી સીરિયલોમાં કામ કરી ચૂક્યો છે. 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી''ની સીઝન 2ની જાહેરાત થઈ ચૂકી છે અને દર્શકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ શોમાં સ્મૃતિ ઈરાની અને અમર ઉપાધ્યાય ફરીથી તુલસી અને મિહિરની ભૂમિકામાં જોવા મળશે.