Home / Gujarat : Social media supports Ahir community's hira jotva after arrest

ધરપકડ બાદ આહીર સમાજનું હીરા જોટવાને સોશિયલ મીડિયા પર સમર્થન

ધરપકડ બાદ આહીર સમાજનું હીરા જોટવાને સોશિયલ મીડિયા પર સમર્થન

મનરેગા કૌભાંડ મામલે કોંગ્રેસ નેતા હીરા જોટવાની ધરપકડ બાદ આહીર સમાજ સહિત અનેક લોકો તેમના સમર્થનમાં આવ્યા છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને  લોકો હીરા જોટવાને સમર્થન આપી રહ્યા છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ભરૂચમાં મનરેગા કૌભાંડ મામલે હીરા જોટવા અને તેમના પુત્રની ધરપકડ કરવામાં આવી છે.  જેને લઈને સોશિયલ મીડિયામાં લોકો હીરા જોટવાના સમર્થનમાં આવ્યા છે.  જેમાં ભાજપ સરકાર દ્વારા તેઓને ફસાવવામાં આવી રહ્યા છે, તેવા આક્ષેપ થઈ રહ્યા છે. જેથી, સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને આહીર સમાજ સહિત અનેક લોકો હીરા જોટવાને સમર્થન આપી રહ્યા છે. ઉપરાંત, આહીર સમાજ દ્વારા આહિર સંમેલન યોજવા માટે પણ એલાન કરાયું છે. સર્વે સમાજ દરેક તાલુકામાં આવેદન આપી રજૂઆત કરશે. લોકોએ સોશિયલ મીડિયામાં ભાજપ સામે રોષ વ્યક્ત કર્યો હતો. 

 

Related News

Icon