Home / Gujarat / Vadodara : Colonel Sophia Qureshi's family gave a grand welcome to PM Modi in Vadodara

VIDEO: વડોદરામાં કર્નલ સોફિયા કુરૈશીના પરિવારે PM મોદીનું કર્યું ભવ્ય સ્વાગત, સ્ટેજ પર જોવા મળ્યો સમગ્ર પરિવાર

 ઓપરેશન સિંદુર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે.  ઓપરેશન સિંદૂર બાદ PM મોદી પહેલીવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે આજે સવારે વડોદરા એરપોર્ટથી મિલન પાર્ટી પ્લોટ સુધી સિંદૂર યાત્રા કાઢવામાં આવી રહી છે. PM મોદીની સિંદૂર યાત્રાને લઇને વડોદરાવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો દ્વારા આવકારવામાં આવી રહ્યા છે. યાત્રાના રૂટ પર ઠેર ઠેર મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી રહી છે. કર્નલ સોફિયા કુરેશીના પરિવારજનો સિંદૂર સન્માન યાત્રામાં જોડાયા છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કર્નલ સોફિયાની બહેને કહ્યું કે, તે ફક્ત મારી બહેન જ નહીં પરંતુ આખા દેશની બહેન 

વડોદરામાં પીએમ મોદીના રોડ શોમાં કર્નલ સોફિયા કુરેશીના પરિવારના સભ્યોએ પણ ભાગ લીધો હતો. કર્નલ સોફિયા કુરેશીની જોડિયા બહેન શાયના સુનસારાએ કહ્યું, 'અમને પીએમ મોદીને મળીને આનંદ થયો.' પીએમ મોદીએ મહિલા સશક્તિકરણ માટે ઘણું કર્યું છે. સોફિયા મારી જોડિયા બહેન છે. જ્યારે તમારી બહેન દેશ માટે કંઈક કરે છે, ત્યારે તે ફક્ત મને જ નહીં પરંતુ બીજાઓને પણ પ્રેરણા આપે છે. તે હવે ફક્ત મારી બહેન નથી, પણ દેશની બહેન પણ છે.

કર્નલ સોફિયા કુરેશીનો પરિવાર સ્ટેજ પર જોવા મળ્યો

વડોદરામાં પીએમ મોદીના રોડ શોના માર્ગમાં બનાવેલા સ્ટેજ પર કર્નલ સોફિયા કુરેશીનો પરિવાર પણ જોવા મળે છે. આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Related News

Icon