કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક બગડતા તેમને શિમલાની ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ (IGMC) હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલ ડૉક્ટરોની ટીમ તેમના સ્વાસ્થ્યની તપાસ કરી રહી છે. હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું કે તેમને કયા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા થઈ છે.

