દક્ષિણ આફ્રિકાના નવા ટેસ્ટ કેપ્ટન વિઆન મુલ્ડર વેસ્ટ ઈન્ડીઝ સામે પોતાની 367 રનની ઐતિહાસિક ઈનિંગના કારણે ચર્ચામાં છે. યુવા કેપ્ટન પાસે દિગ્ગજ બ્રાયન લારાનો 400 રનના અતૂટ રેકોર્ડને તોડવાની સુવર્ણ તક હતી પરંતુ તેણે ઈનિંગ ડિક્લેર કરી દીધી. બાદમાં મુલ્ડરે કહ્યું કે, આ રેકોર્ડ લારા જેવા દિગ્ગજ પાસે જ રહેવા દેવો જોઈએ. હવે 'યુનિવર્સ બોસ' ક્રિસ ગેઇલ તેના આ નિર્ણયથી નાખુશ છે. ક્રિસ ગેઈલે કહ્યું કે, મુલ્ડર 'ગભરાઈ' ગયો હતો, તેણે મોટી ભૂલ કરી. આવા ચાન્સ વારંવાર નથી મળતાં. તે કેવી રીતે ખુદ એક દિગ્ગજ બનશે.

