ICC T20 વર્લ્ડ કપમાં ગ્રુપ Aમાં સામેલ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 9 જૂને ન્યૂયોર્કના નસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં જ્યાં તમામની નજર પિચ પર હશે, તે જ સમયે વિરાટ કોહલી બેટ સાથે કેવું પ્રદર્શન કરે છે તેના પર પણ રહેશે. કોહલીનું T20 ઈન્ટરનેશનલમાં પાકિસ્તાનની ટીમ સામે ખૂબ જ સારું પ્રદર્શન જોવા મળ્યું છે, જેમાં તે આજના મેચમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી મહત્ત્વપૂર્ણ ખેલાડીઓમાંથી એક છે. કોહલી ભલે અપેક્ષા મુજબ ટૂર્નામેન્ટની શરૂઆત કરી ન શક્યો હોય, પરંતુ આ મેચમાં તે મોટી ઈનિંગ રમવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. સાથે જ વિરાટ કોહલી એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કરી શકે છે.

